________________
આનંદઘન પદ - ૩૩
૨૩૭.
(જ્ઞાનદશાથી) જ પ્રાપ્ત થતી હોય છે. આત્માનું પરમાત્મ સ્વરૂપ સ્થિર છે, વીતરાગ છે, નિર્વિકલ્પ છે, અકર્તા, જ્ઞાતા-દષ્ટા છે. આત્માના આ પરમાત્મસ્વરૂપનું અવતરણ - આવાગમન - આને અનુભવન થાય તો જ આત્માનો એના પરમાત્માસ્વરૂપમાં આવિષ્કાર (આર્વિભાવ) થાય. ચેતના - સમતાનું એના શુદ્ધસ્વરૂપ ચેતન સાથે મિલન થાય અર્થાત ચેતના એના ચેતનથી અભેદ થાય. એટલે કે આત્મા જે કર્તરી પ્રયોગથી પર થઈ કર્મણિ પ્રયોગમાં રહી માત્ર જોનારો અને જાણનારો બની રહે તો રાગોષી પર ઊઠી વીતરાગ દશામાં આત્મસ્થિત થાય તો નિર્વિકલ્પ પરમાત્મદશાને પામે.
સાધક આત્મા એના સાધ્યસ્વરૂપ કેવળદર્શન (અનંતદર્શન) અને કેવળજ્ઞાન (અનંતજ્ઞાન)ને સાધનામાં ઉતારી શકતો નથી - અનુભવન કરી શકતો નથી. પરંતુ આત્મા એના પરમાત્મસ્વરૂપની સ્થિરતા, વીતરાગતા અને નિર્વિકલ્પતાને સાધનામાં ઉતારી શકે છે - અનુભવનમાં લાવી શકે છે. માટે જ ગુપ્તિથી ગુપ્ત સ્થિર રહેવાની અને કાયોત્સર્ગની, વેરાગી થઈ રાગદ્વેષને ઘટાડતા ઘટાડતા વીતરાગી થવાની, તથા જ્ઞાન ધ્યાનમાં લીન બની સમાધિસ્થ થઈ નિર્વિકલ્પ બનવાની સાધનાનો મોક્ષમાર્ગ - પરમારા પ્રાગટ્યનો માર્ગ પ્રરૂપ્યો છે.
ટુંકમાં સાધકનું સાધ્ય વીતરાગતા છે અને લક્ષ્ય કેવળજ્ઞાન પ્રાગટ્ય તથા આનંદવેદન છે. જ્યાં સુધી મતિજ્ઞાન છે ત્યાં સુધી સાધના છે અને એ મતિજ્ઞાનમાં માત્ર વીતરાગતા જ ઉતારી શકાય છે. તે સિવાય સર્વશતા, પૂર્ણતા, નિર્વિકલ્પતા એ સાધનામાં ઉતારી શકાતા નથી. પણ વીતરાગતા આવેથી તે ક્ષણવારમાં આવતા આત્મા કેવળજ્ઞાન પામે છે.
ચાતક પીઉ પીઉ રટે રે, પીઉ મિલાવન આન; જીવ પીવન પીઉ પીઉ કરે પ્યારે, જિઉ નિઉ આન એ આન. મિ. ૧.
ચાતકપક્ષી અને એની માદા ચેતી - ચાતકી એકમેકથી કદીય વિખૂટા પડતા નથી. કોઈ સંયોગોમાં કયારેક વિખૂટા પડી જાય તો ચાતકથી વિખૂટી પડેલી ચાતક પીયુ પીયુના એકધારા ટણ – પોકારથી આખાય વાતાવરણને
ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે.