________________
૩૪૦
આનંદઘન પદ - ૪૮
r
પક્ષપાતી વલણ ધરાવતા હોય છે. તેથી તેઓ પોતાની પાસે તત્ત્વમાર્ગ સમજવા આવેલા ગુણરાગી માધ્યસ્થવૃત્તિવાળા જીવોની બુદ્ધિને પણ ફેરવી નાંખે છે અને તેમની મતિને પણ પક્ષપાતી બનાવી દે છે. આમ જો એક વખત બુદ્ધિમાં પક્ષપાતી વલણ ભરાઈ ગયું તો પછી હંમેશને માટે એની બુદ્ધિ એક વાડામાં પૂરાઇને કુંઠિત થઈ જતાં તેનો આત્મા અધ્યાત્મને પામવા અયોગ્ય થઈ જાય છે. પક્ષપાતી વલણ અપનાવીને પછી તે ગમે તેવો ઉત્કટ ત્યાગ કરે, ઘોર સંયમ આચરે, નિર્દોષચર્ચાએ જીવે, સતત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ઘોર ઉપસર્ગ અને પરિષહ સહન કરે તો પણ તે અધ્યાત્મ પામી શકતો નથી.
આનન્દઘનજી મહારાજા આ પદ દ્વારા આ જ વાતને વાચા આપે છે કે મારો આત્મા પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલો હોવા છતાં મારી પોતાની પણ અવસ્થા આવી જ થઈ અને મારે મારી બુદ્ધિ પણ નિષ્પક્ષ ન રહે એવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું.
અધ્યાત્મની પ્રાપ્તિ જીવને બહુજ દુર્લભ છે. તે પામવા માટે જીવે અનંતા જન્મોના કુસંસ્કારો અને વર્તમાનમાં ધર્મના નામે પણ મળતા સુનિમિત્તોથી બચવું જરૂરી છે. પ્રતિપળે જે વિવેકદષ્ટિને જાગૃત કરીને જીવે છે તે જ આ માર્ગે આગળ વધે છે. બાકી તો મોટાભાગના જીવો ધર્મના નામે પણ અવિવેક અને મોહભાવ વધારતા હોય છે.
જેનકુળમાં જન્મ્યા, ઘરબાર છોડ્યા, ચારિત્ર લીધું અને ઠેઠ આચાર્યપદ સુધી પહોંચ્યા અથવા તો ગમે તેમ કરી એ પદ હાંસલ કર્યું તેટલા માત્રથી કાંઈ અધ્યાત્મ પામી ગયા એમ કહેવાય નહિ. પદ સંપાદનથી વીતરાગમાર્ગ હાથ આવી ગયો એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. અહિંયા આવ્યા પછી પણ મત-પંથ-માન્યતા વિગેરેની એક અંશ જેટલી પણ ખોટી પકડ રહી ગઈ હશે તો જ્ઞાની કહે છે કે એ વીતરાગ માર્ગની બહાર છે. ગ્રંથિનો ભેદ થવા દ્વારા ઉત્પન થયેલ સમ્યગ્દર્શનથી વીતરાગમાર્ગ ખુલ્લો થાય છે. વીતરાગમાર્ગનો આરાધક કેન્દ્રબિંદુ - સેન્ટરમાં રહેલ હોવાથી પરિઘ ઉપર - જુદા જુદા ખૂણા (Angle) ઉપર રહેલ મિથ્યાદષ્ટિ જીવોના સાપેક્ષ સત્યને તેમની તે તે અપેક્ષાથી સમજી શકતો હોવાથી તે કયારેય ખંડન મંડનના
પ્રકૃતિને વશ થવાથી અભિપ્રાય બંધાય છે. પ્રજ્ઞાશંક્તથી અભિપ્રાય છૂટે છે.