________________
૧૭૪
આનંદઘન પદ - ૨૪
અનંતાનુબંધી કષાય જતાં દર્શનમાંનો મોહ (માયા, મમતા, સ્વાર્થ) નીકળી જતાં કુમન - મેલુ મન સુમન બનશે એટલે દર્શન સત્ય થશે એટલે કે સ્વરૂપનું દર્શન થશે, જેથી દષ્ટિ સમ્યગ્દષ્ટિ થશે અને આનંદયાત્રાનો આરંભ થશે. સમ્યગ્દષ્ટિથી પ્રગટેલો તત્ત્વાનંદ, સમ્યગૂજ્ઞાનના પ્રજ્ઞાનંદમાં લઈ જઈ ચારિત્ર સંપન્ન - શીલસંપન્ન બનાવી સહજાનંદી બનાવશે, જે અંતે પરમાત્મ પ્રાગટ્ય - ચૈતન્યદેવ ચેતનાના મેળાપે પૂર્ણાનંદ બ્રહ્માનંદ - પરમાનંદમાં પરિણમશે જે સાચી કેલિ-ક્રીડા છે. આ કયારે મળશે ? એનો ઝૂરાપો સતત થવો જરૂરી છે. ભક્ત કવયત્રી મીરાંબાઈએ પણ તીવ્ર વિરહ વેદનાના ઉદ્ગાર કાઢ્યા છે....
મેં વિરહણી બૈઠી જાગું,
જગત સબ સોવે રી ચાલી. આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહી તે લેલૂ આનંદઘન પ્રભુ મન મિલીઆ વિણ, કો નવિ વિલ ચેલુ. મુને.૨.
આત્માને મહાત્મા અને પરમાત્મા બનવા માટે મળેલાં માનવ અવતારમાં, અવિનાશી એવાં પ્રભુ પરમાત્મા સાથે પોતાનો સાંધો જોડતો નથી - નાતો બાંધતો નથી અને પોતે પોતાને મળવાથી એટલે કે પોતાપણા (પરમાત્માપણા)ને પ્રગટ કરવાથી અળગો રહી - આંતરું રાખીને વિનાશીની સાથે જોડાઈ રહી વિનાશીમાં જ રચ્યોપચ્યો રહે છે, તે સુમનુષ્ય એટલે સમજદાર સજ્જન મનુષ્ય એવો સચેત ચેતન નથી પણ અચેત જડભરત એટલે કે જડ પથરા (લેલુ) જેવો છે અથવા તો લેભાગુ લબાડ છે. નપાવટ કપૂત માટે માએ પણ આકરા વેણ ઉચ્ચારવા પડે છે ને કે આને બદલે - કુપુત્રને બદલે પેટે પાણો (પથ્થર) જયો હોત તો કપડાં ધોવાય કામ આવત. આવા આકરા વેણથી યોગીરાજજીએ જાતને ઠમઠોરી છે અને પદ દ્વારા આપણે સહુને પણ ઠપકાર્યા છે. એ યાદ રાખવા જેવું છે કે વિનાશીનું જોડાણ વિનાશી રાખે છે પણ જો અવિનાશીની સાથે જોડાણ - સંધાણ કરશું તો અવિનાશી વિનાશીને પણ અવિનાશી બનાવશે. અવિનાશીના જોડાણથી મંદિર અને મૂર્તિની જેટલી ચિરંજીવતા છે એટલી આપણા ઘર, પેઢી કે ફોટાની નથી. મરુદેવામાતા અને ગણધર
તારો આત્મા એ જ તારો સ્વજન.