________________
આનંદઘન પદ - ૪૦
૨૮૧
રણમાં પોક મૂકાય પણ સાંભળનાર કોઈ હોય નહિ એવી સાંભળવી ગમતી જ
નથી.
એજ પ્રમાણે અહીં ચેતનાને એનો ચેતનસ્વામી જ એક માત્ર મીઠડો - વહાલો લાગે છે અને ચેતવ્યપ્રભુ - ચેતનસ્વામી સિવાયનું આ લોકનું - સંસારનું - દુનિયાનું બધું ય ખાટું - બેસ્વાદ લાગે છે. એ પણ એટલે સુધી કે ચેતનાને વાતો પણ પોતાની ચેતનની - શુદ્ધાત્માની - પરમાત્માની જ સાંભળવી ગમે છે અને એની જ ગોઠડી - ગોષ્ટી - ચર્ચા કરતી ફરે છે. એના સિવાયની આત્મા વિહોણી બધી જ કથા, એને રણમાં મૂકેલી પોક જેને અરણ્યરુદન કહે છે એવી નિષ્ફળ જનારી - નિરર્થક, વિકથા લાગે છે.
કવિહૃદયી સ્વાનુભૂતિ સંપન્ન યોગીરાજજી, આ પદના આ ચરણ દ્વારા, એનો લક્ષ્યાર્થ વિચારીએ તો, ગર્ભિતપણે એમ કહેવા માંગે છે કે આ લોકમાં એક માત્ર આત્મતત્વનો એટલે કે જીવનો અને એના શિવસ્વરૂપ એવાં પરમાત્મસ્વરૂપનો (મોક્ષ) નો જ વિચાર કરવા જેવો છે. નવ તત્ત્વમાં પણ પ્રથમ જીવ તત્ત્વની વિચારણાને અને અંતમાં જીવના મોક્ષની એટલે શિવની. - પરમાત્મ સ્વરૂપની વિચારણાને સ્થાન આપ્યું છે. જીવે, અજીવ (પુદ્ગલ), પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ જે પણ અજીવ છે, તેનાથી સંવર અને નિર્જરાની પ્રક્રિયાથી એટલે કે આત્માના જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં આત્મસ્વરૂપમાં અર્થાત્ સંવરમાં રહેવા પૂર્વક નિર્જરા કરવાની છે - એટલે કે અજીવથી છૂટાં પડવાનું છે અને સ્વયંના શુદ્ધાત્મસ્વરૂપ શિવસ્વરૂપ - પરમાત્મસ્વરૂપને પામવાનું છે. આમ તત્વ નવ છે પરંતુ વિચારણા માત્ર આત્મતત્વ - જીવતત્વની છે.
જીવ અને અજીવમાં, જીવ-આત્મા એક સ્વભાવી છે જયારે અજીવ પુદ્ગલ બહુસ્વભાવી બહુરૂપી છે. તેથી પુદ્ગલને પકડવું આકરું છે પરંતુ આત્મા એક સ્વભાવી હોવાથી સહેજે પકડી શકાય અને સમજી, સમજાવી શકાય એમ છે. એક આત્મા સધાય જાય તો બધું સધાય જાય એમ છે, તેથી તો કહ્યું છે કે “એક સાથે સબ સ” અને છ નાછું સવ્વ નાણ.
વળી લોકમાં - લોકાકાશમાં રહેલાં ષડદ્રવ્યોમાં આત્મદ્રવ્યજ એક માત્રા
જ્ઞાનમાં જ્ઞાયક જણાવો જોઈએ અને જગત વિસરાવું જોઈએ.