________________
આનંદઘન પદ - ૧૯
૧૩૩
રાંક પરે રડવડ્યો, નિર્ધણિયો નિરાધાર;
શ્રી સીમંધરસ્વામી તુમ વિણ ઈણ સંસાર. હે સ્વામીનાથ ! મારા પરમપ્રિય પરમાતમ તમારા દર્શનની હું પ્યાસી થઈ છું તમારા પ્રિય મિલનને હું સહરાના રણમાં ભૂલા પડેલા (૧૪ રાજલોકમાં ભૂલા પડેલા) તરસ્યાની જેમ તરસી - તલસી રહી છું. હવે તો આંતરું ટાળો. તમે જ ઊભાં કરેલાં તમારી ઉપરના કર્મના આવરણોને - અંતરપટોને - અંતરાયને દૂર કરો - આપ જ મારા આ કર્મોના ઓઢેલા ઘૂંઘટ ખોલો જેથી મને મારા પ્રિયતમ શુદ્ધાત્માના - પરમાત્મ સ્વરૂપના દર્શન થાય. “હું” “તું” માં અને તું” “હું” માં ગળી જાય. “હું” નો અહંકાર મારાનો મમકાર - મારાની મમતા મટી જાય અને ચેતનાનું ચેતનની સાથે સાયુજય સર્જાય. આપના મુખદર્શન થતાં અર્થાત્ પરમાતમસ્વરૂપની સ્વરૂપાનુભૂતિ થતાં અત્ર, તત્ર સર્વત્ર વહાલો મળ્યાની વધામણીનો આનંદ આનંદ પ્રવર્તે. હું ચેતના મારા આનંદનાઘન
સ્વરૂપ, ચિઘન ચેતનના મિલનથી તદ્રુપતા અભેદતાને પામું. મુકિતવધુને વરવારૂપ સાચા અર્થમાં અવધુ એટલે પુરુષ એવો આત્મા બનું કે અગુરુલઘુ થાઉં !
કવિએ ગાયું છે.... - કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે; " જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા જ્યોત સે જ્યોત મિલાવે.
ખારો ખારો રે... આ પદનો બોધ એ છે કે હે જીવ! તેં જ તારા પરમાત્માસ્વરૂપ આત્મા ઉપર કર્મોના આવરણરૂપ ઘૂમટો તાણ્યો છે. જ્ઞાનધ્યાનરૂપ ક્રિયાને એવી તો સૂક્ષ્મ તીક્ષ્ણ ધારદાર બનાવ કે આવરણો - પડદો ચીરાઈ જાય અને તારામાં જ રહેલાં તારા ભગવાનના - પરમાત્માના દર્શન થાય - આત્મસાક્ષાત્કાર થાય જેથી સ્વરૂપાકાર થવાય !
દય સ્પષ્ટ થયેથી જ ગતિ પ્રÍતરૂપ બને.