________________
17
એ એને પક્ષે શરમની વાત છે. ભકતને શું ? બાળકનાં કપડાં ગંદાં હશે તો માને શરમાવાનું છે ને !
આભ આનન્દઘન, ગાભ આનન્દઘન.” મારી ઉપર પ્રભુ છે. અને મારી આસપાસ-ચોપાસ કોણ છે ? એ જ તો છે ને ! (આકાશ પણ ‘એ’, વસ્ત્રા (ગાભ) પણ “એ”.)
આપણે તો છીએ પરમના સમદરનું માછલું !
તત્વજ્ઞ મેકાકાને લખેલી એક સરસ રૂપકકથા છે : દરિયામાં રહેતી એક નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું : દરિયો કેવો હોય ? લોકો દરિયાની, એના આરોહ-અવરોહની ઘણી બધી વાતો કરતા હોય છે. ખરેખર દરિયો આવ્યો કયાં ?
- મોટી માછલીએ કહ્યું? આપણે જેમાં છીએ તે દરિયો જ છે ને ! નાની માછલી કહે : આ તો પાણી છે. દરિયો ક્યાં છે ?
આપણી હાલત પણ શું એવી નથી ? પરમના સમંદરમાં રહેવા છતાં પાની મેં મીન પિયાસી' જેવો ઘાટ !
‘નાભ આનન્દઘન, લાભ આનન્દઘન...” નાભિ એટલે મૂળ... મારા. મૂળિયાં આનન્દમાં છે ને મને સતત મળે છે પણ આનન્દ.
કેટલા બધા “અગમ પિયાલા’ ભર્યા પડ્યા છે અહીં? પણ કોણ પી. શકશે આ દિવ્ય રસ ? યોગિરાજ કહે છે : (૮)“સગુરા હોય સા ભર ભર પીએ, નગુરા જાયે પિયાસા.”
સગુરો સરુ જેના માથે છે તેવું વ્યકિતત્વ. એને આ પ્યાલા ભરી ભરીને પીવા મળશે. પણ નૂગરા - નગરા - ગુરુને ન પામ્યા હોય તેવાં વ્યકિતત્વોને કાંઈ નહિ મળે.
(૮) પદ ૯૮/૩