________________
આનંદઘન પદ ૩૭
તીર્થંકર પરમાત્મા જેવાં આઈગરાણં તિયરાણંના વિશેષણો ધરાવનારા, ધનવંતરી વૈદ્ય જેવાં પ્રત્યક્ષ પરમગુરુનો ભેટો થશે. અર્થાત્ મુકિતપ્રાપ્તિને સ્વરૂપપ્રગટીકરણને સાનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંયોગ (જોગ) થશે.
અનાદિથી આજ દિવસ સુધીના અનંતાકાળમાં કુગુરૂનો ભેટો થવાના પ્રભાવે અજ્ઞાનભાવે ધર્મ કરીને સંસારમાં રખડ્યો હતો તેના બદલે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા જેવાં પરમગુરુને પામીને તેમનાથી પ્રતિબોધિત થયેલો એમની આજ્ઞાને ઝીલી હું પણ કાકંદીના ધન્ના, શાલીભદ્ર, મેઘકુમાર જેવું પરાક્રમ ફોરવીશ અને મોહનીયકર્મના કુરચે કુરચા ઉડાવવા રૂપ મોહના કાન ફાડી નાંખીશ. અર્થાત્ કાન જે ઈન્દ્રિય પ્રાપ્તિમાં પરાકાષ્ટાની પાંચમી ઈન્દ્રિય છે તેના સહિત પાંચેય ઈન્દ્રિયો સહિત મનને નિર્માંહી, નિર્મમ બનાવી એ વીંધેલા કાન નાથેલી ઈન્દ્રિયોની એંધાણરૂપ આત્માને સ્કુરાયમાન સોહાયમાન કરતી ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપી બે શુદ્ધતાની (કુંદનની) કડી (મુદ્રા) ધારણ કરીશ. એ માટે મારા વાહાલા વાલમ શુદ્ધાત્મા - પરમાત્માની કરુણાને વાંછતો, ભાવકરુણાનો ધોધ વહાવતો, બ્રહ્મનાદ જગાવતો - અરિહંતની ધૂન,
આહલેકની અલખ નિરંજનની ધૂન વજાડતો (બજાઉં - બજાવતો) ક્ષપકશ્રેણિના મંડાણ કરી સ્વયં પરમાત્મા બનીશ, સ્કંધ્ય સ્વરૂપ કાયાને શુદ્ધ પરમાણુ સ્વરૂપ બનાવી વંદ્ય બનાવીશ.
-
૨૬૫
B
અનાદિકાળથી જે કાયાએ પોતાનો પ્રભાવ આત્મા ઉપર પાડી આત્માને કબજે કરી ચાર ગતિની જેલમાં જકડી રાખ્યો હતો એ કાયાના કબજામાંથી પંજામાંથી છૂટવા કાયા ઉપર કામણ ચલાવનારા કંચન અને કામિનિનો ત્યાગ કરી, કાયાને જ પોતાના આત્માના કબજે કરી, કાયા સહિત આત્માને શુદ્ધાત્મા-પરમાત્મા બનાવી, કાયાને પણ પૂજ્ય વંદ્ય બનાવવાનો શુદ્ધિકરણનો - સ્વરૂપ પ્રગટીકરણનો સાચો સરળ અખંડ મોક્ષમાર્ગ યોગીરાજ આનંદઘનજી મહારાજે આ પદમાં સ્વાનુભવ નિષ્પન્ન પ્રકાશ્યો છે.
ઈહ વિધ યોગ સિંહાસન બૈઠા, મુક્તિ પુરીકું ધ્યાઉં રે; આનન્દઘન દેવેન્દ્ર સે જોગી, બહુર ન કલિમે આઉ રે... વાહાલા...૪.
પ્રયોજન કટ-ઓફ કરો તો રાગ વૈરાગમાં પરિણમી વીતરાગ બને.