________________
૧૦૨
આનંદઘન પદ - ૧૪
કમતિના પરિવાર ઉપર વિજય મેળવ્યાનો વિજયોત્સવ-પ્રાગટ્યોત્સવ ઉજવાશે અને અનાહતનાદના જયનગારા નિશાનડંકા ગાજી (બાજી) ઉઠશે.
સમતા સ્વામી ચેતનને કહી રહી છે કે હે સ્વામિન્ ! હે આત્મન્ ! હું તો ચારિત્ર (સ્થિરતા) રાજાની દીકરી છું. જ્યારે મમતા એ તો કર્મરાજા-મોહરાજાના રાજ્યમાં રાણીઓનું રખોપું-ગોલાપું કરનારી રાવરી દાસી છે. તમે જો એ રાવરીદાસી મમતાને મારી સમતાની સમોવડી માનશો તો તમે સ્થિરતા (ચારિત્ર) - ધ્યાનને પામી શકશો નહિ અને તૃષ્ણાની તાણમાં તમારે અસ્થિર બની દોડતા જ રહેવું પડશે - તણાતાજ રહેવું પડશે.
એક જ્ઞાનીએ પણ ગાયું છે...... કયું કર ભક્તિ કરું પ્રભુ તેરી... ક્રોધ લોભ મદ માન વિષય રસ છાંત ગેલ ન મેરી..૧. કયું. કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી...૨. કર્યું. દષ્ટિરાગ દઢ બંધન બાંધ્યો, નિકસન ન લહુ શેરી..૩. કર્યું.
માયા મમતા એ બધી કુટિલ ચાલબાજી રમનારી છે અને મારા તમારા . વચ્ચે ફૂટ (ભેદ) પડાવનાર મતલબની સગી છે. જ્ઞાની તો સર્વ વસ્તુ, વ્યકિત, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિને પોતાનાથી પર એવા ભિન્ન માની ઉપશમભાવમાં રહે છે - ઉદાસીન રહે છે તે એનો ગુણ - સ્વભાવ છે. આધિ-વ્યાધિ-ઉપાધિની વચ્ચે પણ જેની ધિ (બુદ્ધિ-મતિ) સમ (એકસરખી) રહે છે તે તેની સમાધિ છે. પરંતુ તૃષ્ણા આશા તોષ પામતી નથી તેથી નિરાશા-હતાશ-ઉદાસ (ખિન્ન) રહે છે તે તેનો દોષ છે જે અનાત્મભાવ છે. સમતાનુભવ સંપન્ન જ્ઞાની, અજ્ઞાનીની જેમ કયારેય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરતો નથી પણ શુકલધ્યાનને ઝંખતો ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. એ ઉદાસીન રહે છે પણ ક્યારેય ઉદાસ નથી થતો.
વસંતઋતુમાં સૃષ્ટિ નવપલ્લવિત થતાં જનસમુહ જેમ પુલકિત થઈ આનંદકિલ્લોલ કરે છે એમ વિકસીત થતી આત્મદશાના અનુભવનથી મારું ચિત્ત પ્રસન્ન રહે અને મન પુલકિત થાય એજ એક માત્ર આનંદઘનજી મહારાજાનો
ત્રણે યોગનું કંપન ચાલું છે માટે ભવભ્રમણ ચાલે છે.