________________
૧૧૪
આનંદઘન પદ - ૧૬
ચરણ આ તરફ મંડાય તેની મીટ માંડી રહ્યાં છે. તારા આવવાના માર્ગે આંખો બિછાવીને રાહ જોતી આતુર બેઠી છું કે કયારે મારા ચેતનનું એક આ ચરણ (આચરણ) જ્ઞાનનું ઉપડે અને બીજું ચરણ આનંદનું મંડાય !
કૌન સુનૈ કિનકું કહું, કિમ માંડુ મેં ખોલા;
તેરે મુખ દીઠ હલે, મેરે મનકા ચોલા. નિશ૪. ભાઈ વિવેક જે ચેતનની જાગૃતદશાને જોનારો - નિહાળનારો છે તે હવે કહે છે કે મારી આ નજરોનજર નિહાળેલી વાતોને સાંભળનારા અને સમજનારા લાવવા કયાંથી ? કોને કહેવા જાઉં અને કોણ સાંભળે સમજે ? મારું હૈયું કયાં ખોલું? મારા હૈયાની - મારી આ આત્માની અનુભૂતિની અગમ્ય અને અંકધ્યા એવાં મારા આ અનભિલાપ્ય ભાવોને કેમ કરી માંડુ - શબ્દોમાં વર્ણવું ? પરંતુ બહેન સમતા તારું હળવું થયેલું મુખ કે ઝળહળતી પ્રસન્ન મુખમુદ્રા જોતાં મારા મનના સંકલ્પ-વિકલ્પના મન:પર્યાય શમી ગયા છે. તારી સમત્વની - સમતાની વર્તના નિરખતા જ મારી વ્યગ્રતા - ચંચળતા - વ્યાકુળતા હરાઈ ગઈ છે કે તારું સમતાનું હોવાપણું બતાડે છે કે તું તારા ચેતનરાજાની જાગૃત આત્મદશાને સમજી જઈ એમાં સમાઈ ગઈ છે. ચેતના ચેતન હળી મળી જઈ ભળી ગયાં છે અને ગળી ગયાં છે. છૂટાં પડેલાં - ખોવાઈ ગયેલાં - ભેળાં થઈ ગયાં છે - જડી ગયાં છે અને જડાઈ ગયાં છે (અભેદ થઈ ગયાં છે).
મિત્ત વિવેક બાતેં કહૈ, સુમતા સુનિ બોલા; આનન્દઘન પ્રભુ આવશે, સેજડી રંગરોલા. નિશ.૫. વિરા વિવેક - ભઈલા વિવેક ! તારા મિત્ર ચેતનની આ પ્રદીપ્ત થયેલા આત્મજાગૃતિની ગુપ્ત વાત તારા મુખે તેં જે કહી તે સાંભળીને હું તો રંગમાં આવી ગઈ છું અને ખુશ ખુશહાલ થઈ ગઈ છું કે જેને માટે સેજડી સજાવીને રાખી છે - શૈય્યા બિછાવી - સજાવી - સંવારીને રાખી છે તે મારો હૈયાનો હાર; મનનો માણીગર - કળાનો કારીગર • ભાતનો ભાતીગર આનંદઘન - ચૈતન્યઘન એવો ચેતનરાજા - મારો પ્રભુ (સ્વામી) મારે મંદિર પધારશે, ક્ષપકશ્રેણી માંડશે અને સ્વધામ - મુક્તિધામ સીધાવીને એના આત્મરંગને - આત્મતેજને સ્વ પર પ્રકાશકતાને બ્રહ્માંડ આખામાં રેલાવશે. ચૌદ રાજલોકને
સ્નેહરાગ એ ચીકાશ છે. એને ગુણાનુરાગમાં ખતવવાની ભૂલ નહિ કરવી.