________________
આનંદઘન પદ
-
૨૯
પરમાત્મપદના પરમ (સર્વોચ્ચ) મહારસને એટલે કે પરમ પ્રશાંતતાના અને પરમાનંદના પરમ મહારસને ચાખનારો - આસ્વાદનારો હશે.
·
૨૦૭
.
પોતાના નાભિકમલ - મણિપુરચક્રમાં આઠ રૂચક પ્રદેશે એટલે કે પોતાના કૂવામાં જ પરિપૂર્ણ રહેલ અમૃતરસની છોળોથી પોતાના એક એક આત્મપ્રદેશ જે અસંખ્યાત છે તેને છલોછલ કરીને એ મહારસને પૂરેપૂરો ભરપૂર માણશે.
પરંતુ પહેલાં તો એ મહાત્મા એ મહારસને ચાખશે. એ મહારસને ચાખવાને પણ તે જ નરરત્ન ભાગ્યશાળી બનશે કે જે શુદ્ધ ચિત્ત હશે, જીવન જેનું પવિત્ર હશે, જે શોધક - ચિંતક - વિચારક હશે તે તેના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનઘ્યાનની પ્રબળતા તીવ્રતાના પ્રમાણ અનુસાર ચાટણ પામશે. ચાટણથી આસ્વાદિત થયેલો પછી એ પૂરેપૂરું માંગશે.
નયવિમલવિજયજીએ પણ ગાયું છે.....
આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હઈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હવો શિવસુખ સાખીયો.
નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી; જાતિ ન પાંતિ ન સાધન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. અવધૂ...૧.
મારો એ ભગવત્ પુરુષ તો પૂરેપૂરાથી જ રુષ્ટ, પુષ્ટ અને તુષ્ટ થનારો પુરુષ - આત્મા છે. જે પૂરેપૂરાની એષણા રાખે છે - પૂર્ણતાનો જ જે ઈસુક (ઈચ્છુક) છે તે પુરુષ છે. પૂર્ણતા એનું સ્વરૂપ છે તેથી એ સર્વત્ર પૂર્ણતા જ ઈચ્છે છે અને પૂર્ણતાને જ શોધે છે.
એ નથી તો નર (પુરુષ) એ નથી તો નારી (સ્ત્રી) કે નથી તો એ નાન્યતર (નપુસંક). નવમાં ગુણસ્થાનકે લિંગ રહે છે પણ વેદ નથી રહેતો. અર્થાત્ આકૃતિ રહે છે પણ વેદનો ઉદય નથી હોતો. નથી તો એ ગોરો, કાળો, પીળો કે ઘઉં વર્ણો, ન એનો કોઈ રંગ (વરન-વર્ણ) છે કે ન કોઈ એની ભાત (ડીઝાઈન) અર્થાત્ ભાતીગળતા. વર્ણ પણ નથી, છાપ પણ નથી અને છપાઈ પણ નથી.
ક્તિ પ્રાપ્ત સંપત્તિ કે પુણ્યોદ્યથી મહાન નથી પણ ગુણોથી મહાન છે.