________________
આનંદઘન પદ - ૪
૩૧૭
એનાં ગુણ છે એવું જ એનું ગુણકાર્ય થવું જોઈએ, તેની આડે આ જે કાયાની મમતાની વિસંવાદીતા - વિજાતીયતા આવે છે, તેની આડશને દૂર કરી ગુણીના ગુણ પ્રમાણેનો સજાતીય પ્રવાહ વહે - સંવાદીતા સધાય તેની અરસપરસની ખાત્રી ગુણ-ગુણી; ચેતના-ચેતન એકમેકને આપી રહ્યાં છે.
વેદ પુરાન કિતાબ કુરાનમેં, આગમનિગમ કશું ન લહરી; વાચા ફોર સિખાઈ સેવન કી, મેં તેરે રસરંગ રહુંરી. તેરી..૨.
પદના આ બીજા ચરણમાં ચેતના ચેતનને કહે છે કે સામાન્યત: આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આગમગ્રંથો ઉપયોગી છે. પરંતુ તે સાથે ચાર વેદ, અઢાર પુરાણ, કિતાબ એટલે ગ્રંથ સાહેબ કે અન્ય આધ્યાત્મિક વિષયના પુસ્તકો - કિતાબો, કુરાન તથા નિગમ એટલે ભાવિકથન કરનાર જયોતિષ આદિના ગ્રંથોમાં પણ આત્માની વાતો આવે છે. પરંતુ હવે તો હું તારી છું અને તું મારો છો ત્યારે બહાર બીજેથી આત્માને લેવા - પ્રાપ્ત કરવા (લઘુંરી) જવા કરતાં, તું જ ચેતન મારો આત્મા છે, એ આત્માની અનુભવ વાણી (વાચા) જે અંદરથી ફૂટશે - ફોરશે (ફોર) એટલે કે જે બ્રહ્મનાદ - અંતરનાદ - આત્માનંદ જાગશે, તે અંત:સ્કૃતિ પરાવાણીની શીખાઈ એટલે કે શિખામણ-સલાહનું હું સેવન કરીશ (સેવનકી) તે, એવી રીતે કરીશ કે એ તારા ચેતન આત્માના જ રસરંગરૂપે રહેલી હોય, (રહુંરી), અર્થાત્ જેમ પૂષ્પ અને પૂષ્પની સુવાસ, પૂષ્પનો રંગ, રૂપ, નજાકતતા જે રીતે એકરૂપ અભેદ પ્રવર્તે છે, એમ હું તારી ચેતના એટલે કે તારા ગુણ અને એનું ગુણકાર્ય, તું ગુણી એવાં ચેતન - આત્મદ્રવ્યથી તદ્રુપ - અભેદ બનીને કાર્યશીલ રહીશું; જેથી ગુણી (દ્રવ્ય), ગુણ અને ગુણકાર્ય (પર્યાય) નું પ્રવર્તન ભેદરૂપ નહિ પણ અભેદરૂપ હોય.
પદના આ બીજા ચરણ દ્વારા યોગીરાજજીએ આત્માને પામવાનો સાચો, બબ્બે સચોટ ઉપાય બતાવ્યો છે. માત્ર શાસ્ત્ર અભ્યાસથી આત્માને પામી શકાતો નથી. પરંતુ શાસ્ત્ર નિર્દેશિત માર્ગે, આત્મસાક્ષીએ પ્રામાણિક બનીને અંતરના આત્મભાવોને અનુસરવાથી આત્મસ્વરૂપની સ્પર્શના - અનુભવન - આસ્વાદન અને પ્રગટીકરણ થાય છે એ અનુસરણ - વિકાસયાત્રા સાચી
જ્ઞાન વીતરાગ બને તો જ્ઞાન પૂર્ણ બને અને પૂર્ણ આનંદ આપે.