________________
૨૧૪
આનંદઘન પદ - ૨૯
આમ પદાર્થના પરસનાદિથી જણાતા શીત, ઉષ્ણ, રુક્ષ, સ્નિગ્ધ, નરમ, સખત, ભારે, હલકામાંના આઠેય ગુણ જે છે તે હું નથી.
પરસનનો અર્થ યદિ પ્રસન્નતા કરાય તો અર્થઘટન એ પણ થાય કે નથી તો હું પ્રસન્ન - રાજી કે નથી તો હું ખિન્ન • નારાજ. હું કાંઈ રતિ અરતિ સ્વરૂપ નથી. હું તો વીતરાગ સ્વરૂપ છું. જો કે યોગીરાજે અહીં પરસન શબ્દ સ્પર્શનના અર્થમાં જ પ્રયોજયો છે કેમકે પુગલ ગુણ નિષેધરૂપ આત્મા જણાવી રહ્યાં છે.
ખારો, ખાટો, મીઠો, તીખો, તૂરો, કટુ એ છયે રસમાંથી કોઈ રસરૂપ હું નથી.
હું સુગંધ કે દુર્ગધ સ્વરૂપ પણ નથી. રૂપ-વર્ણ, સ્પર્શ, રસ અને ગંધ એ તો પુદ્ગલના ગુણધર્મ છે અને ઈન્દ્રિયોના વિષયો છે. હું આત્મા તો અતિન્દ્રિય અવિષયી, અવિકારી છું.
વાચક માનવિજયજી પણ આજ ભાવ વ્યકત કરી પરમાત્મસ્વરૂપ અકળતાને દાખવે છે. રૂપ નિહાળી પરિચય કીનો, રૂપમાંહિ નહિ આયો;
તું તો અકળ સ્વરૂપ જગતમાં. . જે જે પૂજા તે તે અંગે, તું તો અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે. ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ-પરમાતમને અભેદ, નહિ કોઈ જડનો જોગ.
તું તો અકળ સ્વરૂપ જગતમાં. રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભજિનરાય; માનવિજય વાચક ઈમ બોલે, પ્રભુ સરીખાઈ થાય.
તું તો અકળ સ્વરૂપ જગતમાં
ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર અર્થાત્ જ્ઞાનનો વપરાશ.