________________
પરિશિષ્ટ - ૩
57
આત્માનો દ્રવ્યાંશ છે.
દ્રવ્યના મુખ્ય બે વિભાગ છે... (૧) પ્રદેશ વિભાગ અને (૨) ગુણપર્યાય વિભાગ. આમાં જે દ્રવ્ય સ્કંધરૂપ છે તે સમગ્ર પ્રદેશના સમુહરૂપ દ્રવ્યને સ્કંધાકારે પૂર્ણ અને અખંડ ગ્રહણ કરવું જોઈએ. વાસ્તવિક રીતે દ્રવ્ય એક એક પ્રદેશના સમુહનું બનેલ હોય છે. માટે એક એક પ્રદેશને દ્રવ્ય કહેવાનો વ્યવહાર રાખીએ તો સર્વ પ્રદેશો દ્રવ્ય બને. જેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય વિગેરે દ્રવ્યો જે સ્કંધરૂપે એક દ્રવ્ય છે તે વ્યવસ્થા તૂટી જાય. સાગર જલબિંદુનો સમુહ છે પરંતુ વ્યવહારમાં એકેક જલબિંદુ ને જલબિંદુ જ કહીએ છીએ પણ સાગર નથી કહેતાં. એવો વ્યવહાર કરવા જતાં અરૂપી દ્રવ્યમાં જેટલાં પ્રદેશ એટલાં દ્રવ્ય થઈ જાય. બીજી રીતે દ્રવ્યના સ્વગુણ પર્યાયનો. સમુહ તે એકદ્રવ્ય છે. એક એક ગુણને તથા એક એક પ્રદેશને તે અખંડ દ્વિવ્યના અંશ અર્થાત્ દ્રવ્યાંશ કહેવાય છે.
પુદ્ગલદ્રવ્ય વિષે ચાર ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. એમાંય સ્કંધ, દેશ અને પ્રદેશ એ સાપેક્ષ દ્રવ્ય છે, જ્યારે પ્રદેશ તો વળી કલ્પિતા સાપેક્ષ દ્રવ્ય છે. નિશ્ચયથી એક પુદ્ગલ પરમાણુ જ પુદ્ગલમાં મૂળ દ્રવ્યરૂપે છે. પુદ્ગલદ્રવ્યનો સ્કંધ એ પુદ્ગલદ્રવ્યનું પારમાર્થિક દ્રવ્યપણું નથી. પરંતુ વ્યવહારિક સાપેક્ષપણું છે. સ્કંધની અનિત્યતા છે અને પુદ્ગલપરમાણુની નિત્યતા છે. માટે જ કહ્યું છે કે જો મુમુક્ષુ સાધક ચાહે તો એક પુદ્ગલા પરમાણુનું ધ્યાન ધરીને કેવળજ્ઞાન પામી શકે છે.
આત્માના જ્ઞાનગુણાદિ પર્યાયો આત્મપ્રદેશે રહેલ છે અને નહિ કે આકાશાસ્તિકાયના આકાશપ્રદેશે કે જે આકાશપ્રદેશની અવગાહના લઈને આત્મપ્રદેશ રહેલ છે. એ તો એના જેવું છે કે બરણીમાં સાકર છે અને સાકરમાં મીઠાશ છે. સાકરની મીઠાશ સાકરમાં રહેલી છે પણ બરણીમાં નથી રહેલ. એમ જ્ઞાનગુણ આકાશસ્તિકાયના અવગહિત આકાશપ્રદેશે નથી રહેલ પરંતુ આકાશપ્રદેશની અવગાહના લઈને રહેલ આત્મપ્રદેશમાં રહેલ છે.
પ્રદેશપિંડ - અસ્તિકાય (આત્મપ્રદેશ) જે અનાદિ – અનંત, નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી સ્વયંભૂ છે તે જીવને દ્રવ્યથી નિત્ય પ્રાપ્ત છે પરંતુ