SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આનંદઘન પદ - ૨૫ તત્પર બનેલાં સાધકો પોતાથી ઊંચે રહેલાં, ઊંચે ચઢેલાં, સંતોના સમાગમને નિરંતર ઝંખતા હોય છે કે ક્યારે એવાં જ્ઞાની, ધ્યાની, મીની સંત મને મળે, એ મારો હાથ ઝાલે, એની કૃપા ઉતરે અને મને ઊંચે ચઢાવે. શ્રીમદ્જીએ પણ આત્મસિદ્ધિમાં ગાયું છે..... જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સશુરુ ભગવંત. પ્રગટ દીપક અન્ય દીપકને પ્રગટાવે. પામેલો પમાડે. સંત સનેહી સૂરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે. પ્રભુ પ્રેમની ઉપાસનામાં લીન થઈ ગયેલા, સ્વયં ભગવદ્ સ્વરૂપ થઈને, ભગવાનની વતી ભગવાનનું કાર્ય કરનાર ભગવતી - ભગવદ્ પુરૂષ - પ્રત્યક્ષ જ્ઞાની - યુગપુરષની કે જે નેહસભર સનેહી એવાં સંસારનો અંત આણવાને સક્ષમ સાચા સનેહી સૂરિજન (શૂરવીર પુરષ) કે સાચા સગાં - આત્મસ્નેહી - આત્માના સગાં છે, તેની પાખે એટલે તેની પાછળ પ્રેમઘેલી બનેલી આનંદઘનજી મહારાજાની સમતા - ચેતના હવે વધુ સમય આ દેહના બોજને, દેહની કેદને સહન કરવાની ધીરજ રાખી કે ધીરજ ધરી શકે એમ નથી. એ તો એવું ઈચ્છે છે કે શીધ્રાતિશીધ્ર સ્વયંનુ પરમાત્મસ્વરૂપ (મહીં બેઠેલા ભગવાન આત્મા) આ દેહદેવળમાં જ પ્રગટ થાય - મન મંદિર બની જાય - દિલ એક મંદિર બની જાય. પાખેનો અર્થ જો પાંખો - વિહોણો કરીએ તો હવે સ્થિતિ એ છે કે પ્રગટ (પ્રત્યક્ષ) જ્ઞાની યુગપુરુષના સંગ વિહોણું આ જીવન જીવવા જેવું લાગતું નથી. હવે તો કોઈ સંત સનેહી સૂરિજન એની નેહ સભર નેક (પવિત્ર) નજરે મને જુએ અને એની પાંખમાં (પડખામાં - પાખે) મને લઈ હુંફ આપે - જીવનદાન આપે તો જ આ દેહ (જીવન) ટકે એમ છે, નહિ તો જીવતર મારું એળે (ફોગટ) ગયું એવો ખેદ રહેશે. માટે હે નાથ ! કોઈ મારા ઉદ્ધારક યુગાવતારી પુરુષરૂપે મારે હૈયે આપ હવે અવતરણ કરી મારું વિસ્તરણ કરો ! મમતારૂપી બિલાડી જે મહીં છૂપાઈને બેઠી છે તે હવે મહીંથી પણ નીકળી જાય - સત્તાગત કર્મો જે હજુ સત્તામાં દબાયેલાં પડ્યાં છે તે કયારે માથું ઊંચકે (ઉદયમાં આવે) અને દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy