________________
૨૮૪
આનંદઘન પદ - ૪૦
દૂધમાં છાશનો ભંગ થઈ ગયો છે, તો હવે દૂધને દહી રૂપે જામવા દઈએ. તો દહીંનું વલોણું - મંથન કરી છાશ છૂટી પાડી માખણ મેળવી તેનું ઘી બનાવીને દૂધના દૂધપણાને ઘી રૂપે પરત મેળવી શકાય છે. એજ રીતે જડનો ભેગ જે જીવને થઈ ગયો છે તે બેને પણ આધ્યાત્મિક પ્રક્રિયાથી છૂટા પાડી શકાય છે. જીવે જીવભાવમાં ઠરવાનો અને જડ-પુલભાવને મારવાનું તપા તપવું પડે. અર્થાત્ ત્યાગ અને વૈરાગ્યથી પુદ્ગલભાવથી છૂટા પડીને જ્ઞાન અને ધ્યાનથી જીવભાવ (આત્મભાવ)માં કરવું પડે તો શિવ થવાય.
કંત વિણ ચઉગતિ, આણું માનું ફોક; ઉઘરાણી સિર ફિરક, નાણું તે જે રોક. મીઠડો...૩. જે લોકવ્યવહાર • ભાવ (આત્મા) વિહોણી જડ ક્રિયા કે જે ચેતનની મોજુદગી (મોહથી જુદા થઈને - પર થઈને હાજર રહેવું તેનું સાચું નામ મોજુદ હોવું છે અને એવી હાજરી એ જ યથાર્થ મોજુદગી છે) વિનાની છે, એવી નાથ ચેતન વિહોણી નારી ચેતનાને ચાર ગતિની ખાઈમાં ઉતારી દેતાં એ બેશરમાં લોકોને કોઈ લાજબાજ લાગતી નથી. એવાં ઘરાનાનો સંબંધ લઈને - આણું લઈને આવેલાને હું માન આપું (માનું) નહિ અને એવો સંબંધ બંધાયો હોય તો તેને પણ હું ફોક (રદ) ગણું (માનું). કહેવાનું તાત્પર્ય એ જ છે કે ઉપયોગ વિનાની ભાવહીન, ધ્યેયહીન, લક્ષહીન વ્યવહાર દિયા એ અનઅનુષ્ઠાન છે જે સર્ટિમપણે કરાયેલી દિયા હોવાથી નિષ્ફળ છે અને ચારગતિના ભવભ્રમણને વધારનારી છે.
આ ચરણનું વ્યવહારિક શાબ્દિક અર્થઘટન એ છે કે કંત-પતિ વિહોણું પત્નીનું ચારે કોર એકલાં એકલાં હરવું ફરવું - જવું આવવું બધું લજ્જાસ્પદ ફોકટ છે અને અટાણાનું અડવાણું છે.
એ ભાવવિહોણી દ્રવ્યક્રિયા ભવભ્રમણ અટકાવતી નથી તેથી તે અપેક્ષાએ એને નિષ્ફળ (ફોક) ગણાવી છે. પરંતુ એ કોરી દ્રવ્યક્રિયા પણ સારી - શુભક્રિયા છે અને તેનું પણ કંઈક ફળ છે. એ જે ફળ છે તે ભવિષ્યમાં મળનારું હોવાથી અને એ ઉધારીનો ધંધો - વાયદાનો વેપાર છે, માટે એમાં ઉઘરાણી
પોતાની જ ભૂલ દેખાય અને સામો નિર્દોષ દેખાય ત્યારે સમ્યકત્વ આવ્યું જાણવું.