________________
આનંદઘન પદ - ૧૩
પદ - ૧૩
(રાગ – સારંગ)
अनुभव हम तो रावरी दासी ॥अ.।। आइ कहां ते माया ममता, जानुं न कहांकी वासी ॥ अ. ||१|| . रीज परे वाके संग चेतन, तुम क्युं रहत उदासी । बरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत हांसी ॥ अ. ||२|| समजत नाहि निठुर पति एती, पल एक जात छमासी । आनन्दघन प्रभु घरकी समता, अटकली और लखासी ॥ अ. ||३||
યોગીરાજજી આ પદમાં જાતને ઠમઠોરી રહ્યાં છે કે તારી પોતાની સમતા રાણીને છોડી પરાયી મમતા દાસીની માયામાં કયાં તું ફસાયો ?
અનુભવ હમ તો રાવરી દાસી અનુ. આઈ કહાં તે માયા મમતા, જાનું ન કહાંકી વાસી. અનુ...૧.
સમતારૂપી ચેતના પોતાના ચેતન સ્વામીને કહે છે. “હે સ્વામી ! હું તો તમારી વામા - તમારું ડાબું અંગ - તમારી અર્ધાગના - સહધર્મચારિણી છું. તમારા ઘર (આત્મા)ની ગૃહિણી (ઘરને - આત્માને સાચવનારી) સ્વામીની - રાણી તો હું છું. હું તો ચેતનનું ચૈતન્ય તત્ત્વ (અનુભવ) છું. જેવી પૂષ્પની સુવાસ છે તેવી હું ચેતના - સમતા તમારી ચેતનાની સુવાસ છું!” “હું તો આપ ચેતનની આબરૂને વધારનાર આપની જ સુવાસ એવી આપના ચરણોની. દાસી છું. હું કાંઈ રાવ (રાજા)ની રાવપણું - રાજાપણું દાખવવા - રાજઘરાનાના રીતિરીવાજ મુજબ રાખેલી રખાત-રખોપું-ગોલાપું કરનારી રખાત-ગોલણ-દાસી નથી !”
રાજઘરાનામાં રાજાના રાજવી ઠાઠમાઠમાં રાજાને રાણી હોય છે તેમ રાજાની અને રાણીની ઉભયની પળેપળ રાતદિવસ સરભરા - દેખરેખ રાખનારી તહેનાતમાં
સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે.