________________
58
પરિશિષ્ટ - ૩
એની જે અવસ્થા - હાલત - પર્યાય અનિત્ય છે તેને સાધકજીવે સાધના દ્વારા નિત્ય બનાવવાની છે.
જીવની અનિત્યતા વિષયક વિચારણા : કાશ્મણ વર્ગણા (પુદ્ગલ) આત્મપ્રદેશે ચોટે પછી તેને કર્મ કહેવાય. આમ કર્મ એટલે જીવ ઉપરનું પુદ્ગલા નૈમિત્તિક આવરણ કે પછી જીવે કરેલ શુભાશુભ યા શુદ્ધાશુદ્ધ ભાવની પુદ્ગલ દ્વારા જીવના આત્મપ્રદેશે મારવામાં આવેલી છાપ. પુદ્ગલસંગે - કર્મસંયોગે જીવ આવરાય છે ત્યારે જીવનો સ્વભાવ દબાય છે કે છૂપાય છે અને વિભાવ સ્વરૂપે પ્રગટ થાય છે. કર્મના સત્તા, બંધ, ઉદય ને ઉદીરણા આત્મા ઉપર આવરણરૂપ છે. આ ચારેય આવરણોથી આત્માના શુદ્ધપર્યાય આવરાય છે. સત્તા વિના ઉદય નહિ હોય. જીવના મૂળ સત્તાગત, સ્વભાવગત ગુણોને પ્રગટ થવા નહિ દે તેનું નામ આવરણ. ઘાતિકના આવરણ સર્વથા હઠે તો કેવળજ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ અનુભવાય. અઘાતિકર્મોના આવરણ સર્વથા હઠે તો જીવ-આત્મપ્રદેશો અશરીરી, અદેહી, અમૂર્ત, અરૂપી સિદ્ધ થઈ શકે.
પ્રથમ વીતરાગ થઈ મોહનાશ - મોહક્ષય કરી મોહમુક્ત થવાનું છે. જેના પાયામાં મૂળમાં સર્વપ્રથમ અસત્ વિપરીત દૃષ્ટિ જેને મિથ્યાદષ્ટિ કહે છે તેનાથી મુકત થઈ સમ્યગદષ્ટિ - સમકિતિ બનવાનું છે. ત્યારબાદ કેવળજ્ઞાન પ્રગટીકરણની સાથે સંકલ્પ - વિકલ્પથી મુકત થવાય છે અર્થાત્ ઉપયોગ સહજ, સ્થિર અને અવિનાશી બને છે. પછી આયુષ્યના અંતે શેલેશીકરણ કરી સિદ્ધસ્વરૂપી થયેથી પ્રદેશમુક્તિ મળે છે અર્થાત્ દેહમુક્ત એવી અશરીરી, અમૂર્ત, અરૂપી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ આખી સાધનાપ્રક્રિયા ચોદગુણસ્થાનકના અનુક્રમે ચોથું ગુણસ્થાનક, બારમું ગુણસ્થાનક, તેરમું ગુણસ્થાનક અને ચૌદમું ગુણસ્થાનક ને અંતે ગુણાતીત સિદ્ધાવસ્થા છે.
ઉપાદાન ને નિમિત્ત કારણ : આત્મા-જીવ જેમાં સત્તાગત કેવળજ્ઞાના પરમાત્મતત્ત્વ રહેલ છે તે જીવ સ્વયં ઉપાદાન કારણ છે. મોક્ષની, મુકિતની પ્રાપ્તિની, સિદ્ધસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિની, પરમપદ, પરમાત્મપદ, સિદ્ધપદ પ્રાપ્તિની ઈચ્છા એ મૂળ કારણ છે. ચોથા ગુણસ્થાનકથી લઈને તે છેક દશમાં ગુણસ્થાનક સુધીના સાધનાશ્રેણિના તબક્કા-પગથિયા, તે તે ગુણસ્થાનકેની