________________
પરિશિષ્ટ - ૩
59
મુમુક્ષુ સાધકની સાધકાવસ્થા - સાધકદશા અસાધારણ પરંપર કારણ છે. દશમાં ગુણસ્થાનકથી લઈ બારમા ગુણસ્થાનકની ક્ષપકશ્રેણિની સાધના પ્રક્રિયા એ અનંતર કારણ છે કે જેના અંતે ઈચ્છિત એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે - અનુભૂત થાય છે. પરંપર કારણ ચોથા ગુણસ્થાનકથી લઈ અગિયારમાં ગુણસ્થાનક સુધીના અનેક હોય શકે છે. આ મુક્તિ પ્રાપ્તિને આવશ્યક એવાં જે અપેક્ષિત કારણો છે તે પંચેન્દ્રિયયુકત મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યક્ષેત્ર, વજઋષભનારાચ સંઘયણ, સુખમ દુ:ખમ કે દુ:ખમ સુખમ કાળ, આઠ વર્ષથી અધિક આયુ, બે હાથથી અધિક અને પાંચસો ધનુષ્ય સુધીનો દેહપ્રમાણ, ઈત્યાદિ અપેક્ષા કારણો કહેવાય છે. આ અપેક્ષા કારણો એક વાર મળ્યાં બાદ એ ભવ પૂરતા ભવાંત સુધી જીવની સાથે જ રહે છે. જ્યારે દેવ, ગુરૂ, ધર્મના ઉપકરણો, ધર્મગ્રંથો, સાધર્મિક આદિ નિમિત્ત છે માટે તે નિમિત્ત કારણો છે. નિમિત્ત અને અપેક્ષા કારણ ભિન્ન દ્રવ્યથી હોય જ્યારે ઉપાદાન કારણ તો દ્રવ્ય સ્વયં જાતે પોતે હોય. તેથી ઉપાદાન કારણને આધારરૂપ કહેવાય. જ્યારે અસાધારણ કારણમાં દ્રવ્યના ગુણપર્યાય હોય. સાધનાના ક્રમિક પર્યાયમાં જેની વિદ્યમાનતા હોય તે અસાધારણ કારણ છે. અસાધારણ કારણ પરંપરા અને અનંતર હોય શકે છે પરંતુ અપેક્ષા અને નિમિત્ત કારણમાં અનંતર કે પરંપરના ભેદ હોતા નથી; ગુણી સ્વયં ઉપાદાન કારણ છે જયારે ગુણ એ અસાધારણ પરંપર કે અસાધારણ અનંતર કારણ છે.
આપણી દૃષ્ટિ જેટલી નિમિત્ત ઉપર છે એટલી ઉપાદાન (ગુણી સ્વયં - જીવદળ - જાત) ઉપર નથી. નિમિત્ત દૃષ્ટિ નિમિત્ત મળે નહિ ત્યાં સુધીની મર્યાદિત છે. જયારે ઉપાદાન ઉપર (પંડ ઉપર - જાત ઉપર - સ્વનીરિક્ષણ) ની દૃષ્ટિ તો કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી લક્ષવેધ સુધી રાખવાની છે. દ્રવ્યદૃષ્ટિ એ નિર્મોહદષ્ટિ છે - યોગદષ્ટિ છે. જ્યારે પર્યાયદષ્ટિ એ મોહદષ્ટિ છે • ભોગદષ્ટિ છે સિવાય કે કેવળજ્ઞાનાદિ નિત્ય પર્યાય પ્રતિ દૃષ્ટિ હોય.
આત્મા સ્વયં સર્વ શકિતમાન છે અને સર્વશકિતનો સમુહ છે એ પૂર્ણ દષ્ટિ છે. વળી એ દ્રવ્યદૃષ્ટિ છે. જયારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ પર્યાય દૃષ્ટિ છે. અંશ છે.
મનુષ્યપણું એ આત્માનો પર્યાય છે. દ્રવ્ય એક જ હોવા છતાં અવસ્થા