________________
60
પરિશિષ્ટ
-
3
પ્રમાણે નામ-પર્યાય બને છે. મતિજ્ઞાનમાં જ્ઞાન એ ગુણ છે અને મતિ એ જ્ઞાનગુણનો એક પર્યાય છે. મતિજ્ઞાનની તરતમતાએ કરીને વપરાતા બુદ્ધિશાળી, મૂર્ખ આદિ વિશેષણો છે.
દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણે પરમાર્થથી અભેદ છે. ત્રણે એક ક્ષેત્રે છે. વ્યવહારથી, ગણત્રીથી ભેદરૂપ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ છે અને ત્યાં જ પર્યાય છે માટે અભેદતા અને એકક્ષેત્રીયતા સિદ્ધ થાય છે.
આત્મા જ્ઞાન શક્તિના ઉપયોગ વડે જાણે તે નિશ્ચયનય. આત્મા ગ્રંથાદિ પુસ્તકોના વાચનથી જાણે તે વ્યવહારનય. ગુરૂની મદદથી જાણે તે વ્યવહારકારણ. પોતાના જ્ઞાન ઉપયોગથી જાણે તે સ્વાધીનકારણ - સ્વાધીનસાધન.
આપણો ગુણ આપણાથી અભેદ હોય' જ્યારે આપણું નિમિત્ત આપણાથી ભિન્ન હોય. ગુણી અને ગુણ, આધાર અને આધેયરૂપ છે તેમ નિમિત્ત અને નૈમિત્તિકનો પણ આધાર આધેયરૂપ વ્યવહાર કરાતો હોય છે. તીર્થંકર ભગવંત આપણા માટે નિમિત્તરૂપ છે પરંતુ તેઓ આપણાથી ભિન્ન છે. અર્થાત્ તેઓમાં આપણા ગુણ નથી છતાં એમના જેવાં ગુણો આપણામાં છે.
-
સદ્ભૂત વ્યવહાર - અસદ્ભૂત વ્યવહાર : એક જ દ્રવ્યના ગુણપર્યાયમાં ઘટાવવાના છે. એમાં નિમિત્તને નહિ લેવાય. ઘડાનો નિમિત્તકર્તા કુંભાર છે પરંતુ ઘડાનો ઉપાદાનકર્તા માટી છે કે જે પદાર્થ-દ્રવ્યના આધાર પર્યાયો ઉત્પન્ન થાય છે. એ પર્યાયોનું અસ્તિત્વ પૂર્વે તે પદાર્થમાં - દ્રવ્યમાં હોય છે તેમ સમજી લેવું. મોજાં - તરંગ શક્તિરૂપે દરિયામાં હતાં તેથી જ દરિયામાં મોજાં-તરંગો ઉદ્ભવે છે. આપણા પોતામાં પણ સત્તાગત કેવળજ્ઞાન વર્તે છે તેથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. ઉત્પાદનું અસ્તિત્વ દ્રવ્યમાં હતું એટલે પર્યાય ઉત્પન્ન થાય છે. એ ઉત્પાદનો જ્યારે વ્યય થાય છે ત્યારે તે પર્યાય પણ તે દ્રવ્યમાં સમાય છે. માટે કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો જણાય છે - પ્રતિબિંબિત થાય છે. સર્વદ્રવ્યનાં સર્વ પર્યાયો એક સમયે વર્તે છે - વિદ્યમાન છે એટલે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. છદ્મસ્થ અલ્પજ્ઞાની, અપૂર્ણજ્ઞાની સ્વયંની ભેદદશાને કારણે, ક્રમિક દશાને અંગે દ્રવ્યમાં ઉત્પાદ અને વ્યય ભૂતવત્ અને ભવિષ્યવત્ સમજે છે.