________________
પરિશિષ્ટ
-
3
63
નથી અને સત્ત્ની દૃષ્ટિ સત્ય સમ્યક્ દૃષ્ટિ નથી તેથી આત્મામાંથી અસત્ અવસ્થાઓ નીકળ્યા કરે છે. માટે જો સત્ની - આત્મસ્વરૂપની સમજણ લઈ, સત્ દૃષ્ટિ કરીશું, સમ્યક્ દૃષ્ટિપાત કરીશું અને દશાપતિ (આત્મા)ને તેનાં વાસ્તવિક સ્વરૂપમાં મૂળ શુદ્ધ સ્વરૂપમાં સમજીશું તો વર્તમાન અનિત્ય પર્યાયને - વિનાશી અવસ્થાને દૂર કરી નિત્યાવસ્થાને, સત્ અવિનાશી અવસ્થાને પ્રાપ્ત કરી શકીશું.
-
જડ એવાં પુદ્ગલદ્રવ્ય સાથે એટલે કે પુદ્ગલના બનેલાં દેહ જોડે ક્ષરનીરની જેમ આત્મા રહેલ હોવા છતાં ય આત્માનું આત્મતત્ત્વ, જીવત્વ મટી ગયું નથી. જીવ, જીવ મટી પુદ્ગલ કે પુદ્ગલ, પુદ્ગલ મટી જીવ થયેલ નથી એટલે કે જાત્યાંતર - દ્રવ્યાંતર થયું નથી. આ સંદર્ભમાં “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી” એમ કહેવું હોય તો કહી શકાય બાકી નિમિત્ત નૈમિત્તિક અસર તો છે જ.
દૂધ ભલે પાણીમાં ભળ્યું પણ દૂધ (ક્ષીર) કાંઈ પાણી (નીર) નથી થઈ ગયું. દૂધ તો દૂધ જ છે અને પાણી તો પાણી જ છે. ભેળાં ભળ્યાં એટલું જ. પાણી ઉકાળીને - તપાવીને ઉડાડી દઈ દૂધ મેળવી શકાય છે, આવશ્યકતા છે તાપની. પાણીને તપાવીને, ઉકાળીને, ખદબદાવીને વરાળરૂપે ઉડાડી દઈને દૂધને દૂધ સ્વરૂપે પરત નિર્ભેળ મેળવી શકાય છે. એમજ સંસારીજીવમાં જીવપણાને, આત્મતત્ત્વને, પરમાત્મત્ત્વને પકડવું એનું જ નામ સંવર અને નિર્જરા તત્ત્વ. અનાદિકાળથી જીવ બહિરાત્મભાવે પરપદાર્થોને ઉપયોગથી પકડે છે પરંતુ જીવ પોતાના ઉપયોગથી સ્વયં પોતાના જ ઉપયોગને અર્થાત્ અંતરમાં રહેલ અંતરાત્મ તત્ત્વ, પરમ આત્મ તત્ત્વને, પરમાત્મત્ત્વને જ પકડતો નથી. સ્વરૂપની સમજણ વિના ઉપયોગ પકડાતો નથી. સ્વરૂપની સમજ આવે એટલે કે અંદરમાં રહેલ પોતાના પરમ આત્મ તત્ત્વ અર્થાત્ પરમાત્મતત્ત્વને સમજવામાં આવે તો પરમાત્મ તત્ત્વ પકડી શકાય એટલે કે આવરણ હઠાવી તેને અનાવૃત, નિરાવૃત, નિરાવરણ કરી શકાય, પ્રગટ કરી શકાય.
દૂધ પાણી ભેગાં છે અને ચૂનો (ફાક) પાણી ભેગાં નથી એ સમજાય તો પાણી સાથે રહેલ દૂધ દેખાતાં, નિર્ણય થતાં પાણી જુદું પાડી દૂધ મેળવી
શકાય.