________________
54
પરિશિષ્ટ - ૩
પરિણમનની એકક્ષેત્રીયતા હોય છે જે સંબંધ નિર્દોષ નથી પરંતુ સદોષ સંબંધ છે. જો નિર્દોષ સંબંધથી એકક્ષેત્રી અવગાહના હોય તો તે સ્પર્શ પરિણમન છે જેમાં અરસપરસ એક દ્રવ્યની બીજા દ્રવ્યના ગુણપર્યાયને કશી અસર લેશમાત્ર પણ હોંચતી નથી. ઉદાહરણ તરીકે સિદ્ધશિલા ઉપર સ્પર્શપરિણમનથી રહેલ પાંચે અસ્તિકાયો.
જયારે એક ક્ષેત્રીય અવગાહના હોય છે ત્યારે જો બંને એકક્ષેત્રીય અવગાહિત દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્યના ગુણપર્યાયને બાધા-ક્ષતિ-હાનિ પહોંચતી હોય તો તેને બદ્ધ પરિણમન કહેવાય. દાખલા તરીકે આત્મા અને શરીર, દૂધ અને સાકર, ક્ષીર અને નીર. જ્યાં જ્યાં દૂધ ત્યાં ત્યાં પાણી અને જ્યાં જ્યાં પાણી. ત્યાં દૂધ એનું નામ એક ક્ષેત્રી અવગાહના.
આત્માના ગુણ પર્યાયમાં ક્ષતિ પહોંચાડવાની નિમિત્તત્તા પુદ્ગલદ્રવ્યમાં છે. બદ્ધ પરિણમનમાં બે દ્રવ્યોનો સંબંધ છે. પરંતુ તે દ્રવ્યોના ગુણપર્યાયનો સંબંધ નથી. છતાં સંબંધ બંધાય છે ગુણપર્યાયના કારણે અને બંને દ્રવ્યો કે બંનેમાંથી એક દ્રવ્યના ગુણપર્યાયમાં પરિવર્તન, ફેરફાર, બદલાવ આવે છે તે બદ્ધ પરિણમન છે.
આત્મા જ્યારે એના પરમાત્મ સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે, બ્રહ્મસ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે હોય છે ત્યારે તે આત્મામાં આત્માના સર્વ ગુણ પર્યાયો સમકાળ-યુગપ વિદ્યમાન પ્રગટ હોય છે. સમસમુચ્ચયથી સર્વ ગુણ પર્યાય તે દશામાં અભેદ હોય છે.
જ્યારે પુદ્ગલદ્રવ્યમાં ગુણપર્યાયના અનંત આકારો હોય છે જે સમકાળે કદીય પ્રગટ વિદ્યમાન થતાં નથી પરંતુ ક્રમે ક્રમે, એક પછી એક By and by પ્રગટ થાય છે માટે તેને ક્રમ સમુચ્ચય કહે છે. પુદ્ગલદ્રવ્યના પર્યાય ઉત્પાદ-વ્યયરૂપી વિનાશી છે અને ભેદરૂપ છે.
આત્મા અને પુદ્ગલ સિવાય બીજું કોઈ દ્રવ્ય એકમેકથી આવરાયું નથી. અરૂપી દ્રવ્ય, બીજાં અરૂપી દ્રવ્યને આવરણ કરે નહિ. જેમકે એક પારદર્શક દિવાલની આગળ બીજી પારદર્શક દિવાલ હોય તો પારદર્શીતા એવીને એવીજ રહે છે. અરૂપી એવાં આત્માને જડ અને રૂપી એવું પુદ્ગલ આવરણ કરે છે