________________
પરિશિષ્ટ - ૩
55
કારણ કે મૂળમાં અરૂપી એવો આત્મા અનાદિ કાળથી પુદ્ગલસંગે રૂપી છે. અર્થાત્ રૂપારૂપી છે. જયારે પુદ્ગલને જીવદ્રવ્ય આવરી શકતું નથી. કારણ કે મૂળમાં જીવ અરૂપી છે. પોત (જાત) અરૂપીની છે પણ ભાત રૂપીની છે. એવી સંસારીજીવની દશા છે. વળી અવળી ચાલ અજ્ઞાન, મૂઢતા, મોહ, મિથ્યા ભાવ જીવના છે પણ પુદ્ગલના નથી. જીવ વિભાવ દશામાં છે. પુદ્ગલ દ્રવ્ય તો એના પોતાના સ્વભાવમાં નિયમ મુજબ વર્તી રહ્યું છે, પરિણમી રહ્યું છે.
એક દ્રવ્યના ગુણનો પર્યાય બદ્ધ સંબંધથી બીજાં દ્રવ્યનો પરપર્યાય બની શકે છે. પરંતુ બીજાં (પર) દ્રવ્યનો પર્યાય પોતાનો ગુણ બની શકે નહિ. ઉદાહરણ તરીકે એક વ્યકિત કાળી છે. વર્ણ (રંગ) એ પુદગલદ્રવ્યનો ગુણ છે અને કાળો એ વર્ણનો પર્યાય છે. એ પર પર્યાયનો આરોપ જીવમાં કરીને એને જીવનો પર્યાય બનાવેલ છે પણ તેથી જીવનો કાળો રંગ એ કાંઈ ગુણ બની જતો નથી. એ કાળો રંગ તો જીવ દ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય સાથેના બદ્ધ પરિણમનથી ધારણ કરેલ દેહ (શરીર)નો છે કે જે દેહ પુદ્ગલદ્રવ્યનો બનેલ છે અને જીવદ્રવ્ય - આત્માને ચોટેલ છે.
પાંચ ઈન્દ્રિયોની સામે, પુલના પાંચ ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ છે. પુદ્ગલદ્રવ્યને ઈન્દ્રિયો નથી. પરંતુ પુદ્ગલના પાંચ ગુણધર્મોને લઈને સંસારીજીવ માટે પુદ્ગલ સાથેના બદ્ધ પરિણમનથી પુદ્ગલનીજ બનેલી ઈન્દ્રિયો સસારીજીવને મળેલ છે કે જેને વડે કરીને સંસારીજીવ ચક્ષુરેન્દ્રિય (આંખ)થી વર્ણ, ધ્રાણેન્દ્રિય (નાક)થી ગંધ, રસેન્દ્રિય (જીભ)થી રસ, સ્પર્શેન્દ્રિય (ત્વચા)થી સ્પર્શ અને કર્મેન્દ્રિય (કાન)થી શબ્દનો ભોગ ભોગવી શકે.
પુદ્ગલદ્રવ્યને પોતા માટે તો જીવદ્રવ્ય-આત્માના શુભાવો કે અશુદ્ધ ભાવો એ સર્વભાવો સર્વકાળે ભેદરૂપ જ છે કારણ કે તે સર્વ વિભાવ કે સ્વભાવ કેઈ કાળે પુદ્ગલદ્રવ્યના આધારે તો નીકળવાના જ નથી. જે કાંઈ પુદ્ગલ દ્રવ્યમાંથી ઉદ્ભવે (ઉત્પાદ પામે અને પાછું પુદ્ગલદ્રવ્યમાં જ લય પામી જાય. - વિલીન થઈ જાય) તે પર્યાયને જ પુદ્ગલદ્રવ્યનો અભેદ પર્યાય કહેવાય. કારણ કે જેમાંથી ઉત્પન્ન થાય છે તેમાં જ તે સમાઈ જાય છે. છતાંય સંસારીજીવા ભોક્તા છે તે ભોકતાની અપેક્ષાએ વર્તમાનકાળના પુલપર્યાયો સંસારી,