________________
48
પરિશિષ્ટ
-
3
દ્રવ્ય તો મૂળભૂત નિત્ય છે પણ સામે જે દૃશ્ય સ્વરૂપે, દૃષ્ટિ સન્મુખ ભોગ્ય પદાર્થો રહેલાં છે તે મૂળભૂત નિત્ય દ્રવ્યના - પુદ્ગલના પર્યાયો છે અને એ અનિત્ય છે - વિનાશી છે. એવાં એ વિનાશી ભોગ્ય પદાર્થો પ્રતિની (તરફની) અજ્ઞાનદૃષ્ટિ, મોહ (લાલસા) દૃષ્ટિ, સુખબુદ્ધિ (પુદ્ગલમાંથી સુખ મળશે - એ ભોગ્યપદાર્થના ભોગવટાથી મને સુખ ઉપજશે એવી બુદ્ધિ) યા દુ:ખબુદ્ધિ, ઈત્યાદિ સંસારીજીવના સ્વયંના ભાવ છે - સ્વયંના પર્યાય છે. આ સઘળાંએ જીવના જીવભાવ છે પરંતુ તે જ્ઞેય એવાં પુદ્ગલ પ્રતિ (ભોગ્ય પદાર્થ પ્રત્યે)ના ભાવ છે અને તે પરભાવ છે કે વિભાવ (સ્વ ભાવની વિરુદ્ધના ભાવ) કહેવાય છે. આવા આ જીવના વિભાવ પર્યાયથી પુદ્ગલદ્રવ્ય સાથે સદોષ સંબંધ સ્થપાય છે અને બંધનમાં બંધાવાય છે. પુદ્ગલમાં રૂપરૂપાંતરતા અને ક્ષેત્રક્ષેત્રાંતરતા હોવાથી તે પરિવર્તનશીલ અને પરિભ્રમણશીલ છે. તેથી જ તો હાનિ-વૃદ્ધિ, ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, ચયાપચયની પ્રક્રિયા સર્જાય છે. જ્યારે પરદ્રવ્ય (પુદ્ગલ) નૈમિત્તિક કે અન્ય જીવ નૈમિત્તિક અશુદ્ધ ભાવો અર્થાત્ પરભાવ, વિભાવદશા, રાગદ્વેષમોહાદિ નીકળી જાય તો જીવ શુદ્ધ ભાવે માત્ર સજાતિય-વિજાતિય દ્રવ્યો અને તેના સર્વ ભાવોનો માત્ર કેવળ જ્ઞાતા દૃષ્ટા બની રહે છે પણ કર્તા-ભોકતા થતો નથી. જ્ઞાન અને જ્ઞેયનો નિર્દોષ સંબંધ રહે છે. કેવળજ્ઞાનદશામાં જીવ જ્ઞેયમાં તણાતો નથી પણ કેવળ જ્ઞાતા દ્રષ્ટા બની રહે છે. એ દશામાં જ્ઞેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે.
અજ્ઞાન, ભ્રમ, મોહભાવ, રાગદ્વેષાદિ બધાંય ભાવો નીકળે છે તો મૂળ અનંત શક્તિ સ્વરૂપ અભેદ એવાં કેવળજ્ઞાનમાંથી જ. આ બધાં ભાવો જે કેવળજ્ઞાનમાંથી ઉત્પન્ન થયાં તે પાછા વ્યય પામીને તેનો લય પણ કેવળજ્ઞાનમાં જ થાય છે. એ વિનાશ નથી પામતા પણ એનો વિલય થાય છે અર્થાત્ ઉદ્ગામસ્થાનમાં વિલીન થાય છે. જેમકે દરિયાના મોજાં-તરંગો, દરિયામાંથી ઉત્પન્ન થઈ દરિયામાં જ લય પામે છે. જલ તરંગ જલમાંજ ઉઠે છે અને પાછા જલમાં જ સમાવિષ્ટ પામે છે. અથવા તો મનના વિકલ્પો, વિચારો, તરંગતુક્કા, ઈચ્છા મનમાંથી ઉદ્ભવે છે પાછા મનમાં જ શાંત થઈ જાય છે - લય પામી જાય છે. બ્રહ્મ, આત્મા, ચિદ્ વિશ્વમાં સર્વરૂપે વિલસી રહ્યો છે. એ અભેદ સ્વરૂપ છે. અને તેથી જ તે બળવાન છે. ભેદ અભેદનો જ આશ્રય લઈને