________________
પરિશિષ્ટ 3
વીતરાગ થયેથી છૂટી છતાં પર્યાયથી (હાલત-અવસ્થા-દશાથી) પણ અદ્વૈત થયો એટલે કે દ્રવ્યથી અદ્વૈત થયો, ગુણથી અદ્વૈત થયો અને પર્યાયથી પણ અદ્વૈત થયો અર્થાત્ પૂર્ણપણે અદ્વૈત થયો તેથી તે સંસારી મટીને કેવળી થયો • સિદ્ધ થયો.
47
સ્થિરત્વ અને નિત્યત્વ એટલે અદ્વૈતભાવ ! આપણો આત્મા પ્રદેશથી નહિ પરંતુ જ્ઞાનગુણથી વ્યાપક છે. સર્વવ્યાપી omnipresent છે. સર્વદર્શી છે. તેમ અનંતસુખનો વેદક છે. આત્માને દેહ નથી અર્થાત્ અશરીરી છે, તેથી તે દ્રવ્યાતીત છે. આત્મા જ્ઞાનથી સ્વ પર પ્રકાશકરૂપ લોકાલોક વ્યાપક છે તેથી ક્ષેત્રાતીત છે. આત્માનો જ્ઞાનગુણ પ્રકાશકરૂપ છે, સર્વોચ્ચપ્રકાશકરૂપ છે, સ્વ-પર પ્રકાશકરૂપ છે અને સર્વપ્રકાશકરૂપ છે. આત્માના સ્વરૂપગુણો ક્રમિક નથી પણ અક્રમિક છે અને તેથી આત્મા કાળાતીત છે. અર્થાત્ આત્મા એના જ્ઞાનમાં વિશ્વ-બ્રહ્માંડ સમસ્તના સર્વ દ્રવ્યોને તેના સર્વગુણ અને સર્વ પર્યાયોને એક સમય માત્રમાં જાણે છે તેથી કાળાતીત છે. વળી આત્માને એવા જ્ઞાનમાં સર્વ જ્ઞેય જણાવા છતાં તે સર્વ જ્ઞેયની અસરથી સ્વયં મુકત-નિર્લેપ વીતરાગદશામાં જ રહે છે તેથી આત્મા અકાલ છે. આત્મા સ્વ ભાવમાં (એટલે કે નિજ સ્વરૂપગુણમાં) સ્થિત છે અને પર ભાવ (વિભાવ)ના બંધનથી મુકત છે તેથી આત્મા ભાવાતીત છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે તેમ આત્માનો પર્યાય પણ છે. આત્મા દ્વારા જાણવાની ક્રિયા ચાલુ છે તે ઓછી વત્તી થાય છે તે પર્યાયના ભેદના કારણે થાય છે. કેવળજ્ઞાન એ જ્ઞાનનો આત્માનો નિત્ય પર્યાય છે કારણ કે કેવળજ્ઞાનમાં સર્વ જ્ઞેયો (સર્વ ક્ષેત્રના સર્વ દ્રવ્યો તેના સર્વ ગુણ અને સર્વ પયાર્ય સહિત) એક સાથે એક સમયે પ્રતિબિંબિત થાય છે અર્થાત્ જણાય છે. જાણવાની કે જાણવા જવાની ક્રિયા કરવી પડતી નથી. જ્યારે એથી વિપરીત કેવળજ્ઞાનની પૂર્વાવસ્થામાં જીવ પદાર્થોને (જ્ઞેયને) જાણવા જાય છે અને તે જાણવા જવાની ક્રિયામાં ઓછાવત્તાપણું - તરતમતા રહે છે અને ત્રિકતા રહે છે તેથી તે આત્માનો અનિત્યપર્યાય છે. છદ્મસ્થજ્ઞાનમાં સક્રિયતા અને સક્રમિકતા છે તેથીઅનિત્યતા છે. કેવળજ્ઞાનમાં અક્રિયતા અને અક્રમિકતા છે તેથી નિત્યતા છે.
-