________________
પરિશિષ્ટ - ૨
પદ - ૫ : અનુલક્ષિત પરિશિષ્ટ - ૨
અઢાર હાથીના દષ્ટાંતથી કેવળજ્ઞાનની સમજણ
એક રાજા હતો. એને ત્રણ રાજકુંવર હતા. રાજાનું અવસાન થતાં ત્રણેય રાજકુંવરને રાજાની સંપત્તિ તેના આદેશ - વસિયતનામા પ્રમાણે વહેંચી આપવામાં આવી. છતાં છેવટે રાજ સંપત્તિના સત્તર (૧૭) હાથીની વહેંચણી બાકી રહી ગઈ. રાજાનો આદેશ હતો કે મોટા રાજકુંવરને અડધા હાથી મળે. વચલા રાજકુંવરને એક તૃતીયાંશ હાથી મળે, અને સૌથી નાના રાજકુંવરને એક નવમાંશ હાથી મળે. રાજાના આદેશ મુજબ આ રીતે સત્તર હાથીના ભાગ ત્રણેય રાજુકંવરોને કેમ વહેંચી આપવા તે સહુને માટે સમસ્યા થઈ પડી કે આ કોયડો કેમ ઉકેલવો ?
રાજના દિવાન ડહાપણના સાગર, બુદ્ધિના ભંડાર હતાં. સમસ્યા લઈને રાજકુંવરો દિવાન પાસે ગયા. દિવાનજીએ સત્તર હાથી લઈને મેદાનમાં આવવાનું રાજકુંવરોને જણાવ્યું. બીજા દિવસે રાજકુંવરોએ સત્તરે હાથીઓને મેદાનમાં ખડા કરી દીધાં. દિવાનજી પોતે, પેતાને રાજા તરફથી આપવામાં આવેલા હાથી ઉપર બેસીને મેદાનમાં આવ્યા. પોતાના હાથીને તે સત્તર હાથીની હરોળમાં ઉભો કરી દીધો.
દિવાનજીએ અઢાર હાથીના અડધાં એટલે નવ (૯) હાથી પાટવી કુંવરને લઈ લેવા જણાવ્યું. બાકી રહેલા હાથીમાંથી અઢાર (૧૮) હાથીને એક તૃતીયાંશ (ત્રીજો ભાગ) એટલે છ (૬) હાથી વચલા રાજકુંવરને લઈ લેવા જણાવ્યું અને છેલ્લે નાના રાજકુંવરને અઢાર હાથીનો નવમો ભાગ (૧/૯ ભાગ) એટલે બે હાથી લઈ લેવા જણાવ્યું. આમ રાજકોષમાના અઢાર હાથીમાંથી ત્રણેય રાજકુંવરોને અનુક્રમે નવ, છ અને બે હાથી એટલે કે સત્તર હાથીની વહેંચણી રાજાના આદેશ પ્રમાણે કરીને દિવાનજી રાજાએ પેતાને વાપરવા આપેલ એવા રાજાના અઢારમાં હાથીને હોઠે બેસી સ્વસ્થાને વિદાય થયા.