________________
પરિશિષ્ટ - ૩
ગુણ છે અને ક્રમભાવીરૂપ કહેતાં પર્યાય છે. ગુણ અને પર્યાયમાં જો કાંઈ ભેદરૂપ હોય તો તે આ સહભાવીપણું અને ક્રમભાવીપણું છે.
ગુણ અને પર્યાયને યથાર્થ સમજવા માટે આત્મા (જીવ) અને પુદ્ગલા એ બે દ્રવ્યોને સમજવા જોઈએ કારણ કે જગતમાં બે દ્રવ્યોનો જ પરિચય - સંબંધ સતત થયાં કરે છે. જીવ અને પુદ્ગલની રમત જ જગત છે.
આત્મામાં જ્ઞાન-દર્શનાદિ નિજગુણો છે અને પુદ્ગલમાં વર્ણગંધાદિ ગુણો છે. મનુષ્ય, દેવ, નાટક, તિર્યંચ એ આત્માના પર્યાયો છે જયારે પ્રયાણુક, ત્રયાણુક આદિ સ્કંધો પુદ્ગલના પર્યાયો છે.
જ્ઞાન આત્માની સાથે ને સાથે સદા સર્વદા રહે છે. એક સમય પણ એવો નથી કે જ્યારે આત્મા જ્ઞાન વિહોણો હોય. તેથી જ્ઞાન એ આત્માનો સહભાવી ગુણ છે. એજ પ્રમાણે રૂપાદિ પુદ્ગલના સહભાવી ગુણ છે. જ્યારે દેવ, મનુષ્ય, નારકી આદિ આત્માના ભાવો ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતાં તેથી એ ક્રમિકભાવે થનારા પર્યાયો છે. પ્રયાણક આદિ પણ પુદ્ગલમાં ક્રમભાવી છે તેથી પુદ્ગલના પર્યાયો છે.
આત્મામાં જ્ઞાનગુણ સહભાવી હોવા છતાં મતિજ્ઞાન સહભાવી નથી કારણ કે મતિજ્ઞાન ક્રમથી છે. આમ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ જ્ઞાન એ ક્રમભાવી હોવાથી પર્યાયો છે. એ આત્માના સહભાવી જ્ઞાનગુણના પર્યાયો ભેદ) છે.
પુદ્ગલમાં પણ વર્ણવર્ણાતર થયાં કરે છે તેથી તે ક્રમભાવી છે અને તેથી તે પુદ્ગલના પર્યાયો છે. બધાંય દ્રવ્યો છે પણ બધાંચ દ્રવ્યો કાંઈ સરખાં નથી. એ સરખાં દેખાતાં દ્રવ્યોમાં ભેદ ગુણ-પર્યાય પાડે છે. ઉદાહરણ તરીકે સાકર અને ફટકડી પહેલી નજરે સરખી લાગે છે પણ એમાં ભેદ સાકરની મીઠાશ અને ફટકડીની તુરાશ પાડે છે. આમ દ્રવ્યના ભેદ ગુણ પાડે છે અને ગુણના ભેદ પર્યાય પાડે છે. ઉદાહરણ તરીકે જ્ઞાનનો પર્યાય બતાડે કે જ્ઞાન મતિજ્ઞાન છે. અવધિજ્ઞાન છે કે કેવળજ્ઞાન છે. જ્યારે જ્ઞાનનું હોવાપણું જણાવે છે કે તે જીવદ્રવ્ય છે. આમ દ્રવ્યની ઓળખ દ્રવ્યના ગુણથી છે અને ગુણની ઓળખ તેના પરથી છે.
પોતાનાથી વિરુદ્ધ ગુણ પોતાનામાં કામ નહિ કરી શકે. ગુણમાં વિરુદ્ધતા