________________
પરિશિષ્ટ 3
એજ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં પણ ઉર્ધ્વતા સામાન્ય ગુણ અવશ્ય ઘટે છે, કારણ કે પુદ્ગલાસ્તિકાય વિષે કાર્ય કારણની પરંપરા સતત ચાલુ ને ચાલુ જ રહે છે પુદ્ગલાસ્તિકાય વિષે ક્રમથી અનિત્ય પર્યાયો હોય છે પરંતુ બાકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો નિત્ય એક જ પર્યાય એવો ને એવો, એ ને એ જ, એક જ અવસ્થા સદા સર્વદા હોવાથી ઉર્ધ્વતા સામાન્ય ગુણ ત્યાં ઘટતો નથી.
42
આ ઉર્ધ્વતા સામાન્યગુણ કેવળ પુદ્ગલાસ્તિકાય અને સંસારી જીવો વિષે જ ઘટે છે, કારણ ઉભયમાં અનિત્ય પર્યાય હોય છે અને કાર્ય કારણની પરંપરા નિરંતર ચાલુ જ હોય છે. સંસારી જીવ વિષે એનો આત્મા તો એનો એ જ હોય છે પણ એવો ને એવો નથી હોતો. જ્યારે સિદ્ધ પરમાત્માનો જીવાત્મા એ નો એ જ તો હોય છે પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ બાદ સાદિ-અનંતકાળ એવો ને એવો જ રહે છે.
સંસારીજીવ વિષે ઘાતિકર્મોની અપેક્ષાએ મોહનીય કર્મના ભાવોને ઉર્ધ્વતા સામાન્યમાં પહેલાથી માંડી દશમાં ગુણસ્થાનક સુધી ઘટાવી શકાય જ્યારે અઘાતિકર્મની અપેક્ષાએ પહેલાથી માંડી તેરમા ગુણસ્થાનક સુધી ઘટાવી શકાય.
કાલાન્તરતાએ પણ જેની નિત્ય વિદ્યમાનતા છે તે ઉર્ધ્વતા સામાન્ય છે.
તિર્થંક્ સામાન્ય : એક સમયે સમકાળ એક સરખા ગુણવાળા દ્રવ્યો એકથી અધિક હોય તેને તીર્યક સામાન્ય કહેવાય અર્થાત્ તિર્યક્ સામાન્ય એટલે ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેલ સર્વક્ષેત્રોના સમકાળ વિદ્યમાન દ્રવ્યોને એક સામાન્યરૂપે સમજાવતું તત્ત્વ. સમકાળે ક્ષેત્રાંતરતાએ પણ જેની સમરૂપતા છે તે તિર્યક્ સામાન્ય છે.
પ્રત્યેક ક્ષેત્રે રહેલ ઘડો એ ઘડાની જાતનો છે. તેમ વસ્ત્ર-કાપડ એ વસ્ત્ર-કાપડની જાતનું છે. સર્વક્ષેત્રે સમકાળ વિદ્યમાન સર્વ ઘડા, વસ્ત્ર, કાપડને એકરૂપે સમજાવતું તત્ત્વ તે તિર્યક્ સામાન્ય.
ટુંકમાં કાળની અપેક્ષાએ જે સર્વ કાળે સામાન્ય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે અને ક્ષેત્રની અપેક્ષાએ સર્વક્ષેત્રે સમકાળ જે સામાન્ય છે તે તિર્યક્ સામાન્ય છે.