________________
પરિશિષ્ટ - ૩
ગુણ છે. વળી નામકર્મની પ્રત્યેક પ્રકૃતિમાં અગુરુલઘુ નામકર્મ છે તે શરીર આશ્રિત - દેહાશ્રિત છે. એટલે કે જે વ્યક્તિનું શરીર જાડું ચા પાતળું હોય તે એ વ્યક્તિને બેસવા, ઉઠવા, હાલવા, ચાલવા આદિમાં કોઈ વાતે કોઈ પણ જાતના કાર્યમાં પ્રતિકૂળ ન હોય તેવી બાહ્યસ્થિતિ તે અગુરુલઘુ નામકર્મ.
નામકર્મની પ્રકૃતિ ચાર પ્રકારે છે. (૧) પિંડાકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસ દશક (૪) અને સ્થાવર દશક. પ્રત્યેક પ્રકૃતિ પાછી આઠ છે જેમાંની અગુરુલઘુ નામકર્મ પ્રકૃતિ એક છે જે દેહાશ્રિત છે. એ અગુરુલઘુ સામાન્ય ગુણથી જુદી પડે છે તેટલી સ્પષ્ટતા કરવા પૂરતો આટલો ખુલાસો કર્યો.
વિશેષ ગુણ : આ અમુક ચોક્કસ દ્રવ્ય છે એની પ્રતીતિ કરાવનાર દ્રવ્યના પરમભાવને, સ્વભાવને તે દ્રવ્યનો વિશેષગુણ કહેવાય છે.
વિશેષગુણમાં પ્રથમ ચાર ગુણ દર્શન, જ્ઞાન, સુખ (ચારિત્ર અને તપ) તથા વીર્ય છે. ઉપરાંત અમૂર્તત્વ અને ચેતનત્વ એ વિશેષગુણ છે. આ છે જીવાસ્તિકાય કહેતાં જીવના - આત્માના વિશેષગુણ છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્થ તથા મૂર્તત્વ અને અચેતનત્વ એ પુદ્ગલના છે , વિશેષગુણો છે.
ગતિપ્રદાનતા • ગતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ધર્માસ્તિકાયના વિશેષગુણો છે.
સ્થિતિ પ્રદાનતા - સ્થિતિહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ અધર્માસ્તિકાયના વિશેષગુણો છે.
અવગાહના હેતુત્વ - અવગાહના પ્રદાનતા, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ આકાશસ્તિકાયના વિશેષગુણો છે.
અત્રે જિજ્ઞાસુઓને શંકા એ ઉપસ્થિતિ થાય કે ચેતનત્વ અને અચેતનત્વ તથા મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચારે ગુણોને સામાન્ય ગુણો પણ ગણાવ્યા અને વળી વિશેષગુણો પણ ગણાવ્યા. આમ કેમ ? આ શંકાનું સમાધાન એ છે કે એકથી અધિક દ્રવ્યો અમૂર્તત્વનો ગુણ ધરાવે છે તેથી તે ગુણને સામાન્ય ગુણ કહ્યો. એજ પ્રકાણે એકથી અધિક દ્રવ્યો અચેતનત્વનો ગુણ ધરાવતા