________________
પરિશિષ્ટ - ૩
ઉર્ધ્વતા સામાન્ય શક્તિ ઃ જુદાં જુદાં કાળમાં પરિવર્તન પામતી વસ્તુમાં જે એકતાની પ્રતીતિ કરાવે છે તે ઉર્ધ્વતા સામાન્ય. બદલાતા જતાં માટીના આકારમાં માટીની પ્રતીતિ કરાવનાર તત્ત્વશક્તિ તે ઉર્ધ્વતા સામાન્ય શક્તિ. પરિવર્તન પામતા માટીના પાત્રોમાં માટી તો દેખાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે એમાં તત્ત્વશકિત વિશેષ છૂપાઈને રહેલ છે જે સામાન્યતા દષ્ટિગોચર થતી નથી. આને આપણે દૃષ્ટાંતથી સમજીએ.
ઉદાહરણ તરીકે “ઘાસમાં ઘી છે” એ વિધાનને પહેલા પ્રથમ તો કોઈ સ્વીકારશે નહિ. પરંતુ ઊંડાણથી વિચાર કરતાં સમજમાં ઉતરશે કે ઘાસ ખાવાથી ગાય કે ભેંસ દૂધ આપી શકે છે. દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણને તાવે એટલે ઘી નિપજે. આમ “ઘાસમાં ઘી છે” એ વિધાન સિદ્ધ થાય છે. આ શક્તિને “ઉર્ધ્વતા સામાન્ય શક્તિ' કહેવાય છે. આ ઓઘશક્તિને સ્વરૂપ યોગ્યતારૂપ કારણ તરીકે ઓળખાવાય છે. જયારે તે જ વસ્તુ કાર્યની નજીક આવે ત્યારે તે શકિતનું ભાન થાય છે. જેમકે “દહીંમાં ઘી”. આ શક્તિને સમુચિત શક્તિ' કહેવામાં આવે છે. ઓઘશક્તિ એ પરંપરા કારણમાં રહેલી શક્તિ છે. આથી સહેજે સમજાય છે કે ભવિ જીવ,ભવ્યાત્મામાં પરમાત્મા અર્થાત્ સિદ્ધાત્મા બનવાની શકિત ગર્ભિત (છૂપાયેલી) પડેલી છે. ગમે એવા આવરણો આત્મા ઉપર છવાયેલા હોય - એટલે સુધી કે નિગોદના નિકૃષ્ટ કક્ષાના જીવોમાં પણ આ ઓઘશક્તિ ગર્ભિતપણે રહેલી હોય છે. સમજાય એવું ઉદાહરણ લઈએ તો નાનકડાં એવાં બીજમાં વિરાટ વૃક્ષ થવાની રહેલી ગર્ભિત શક્તિ. જો બીજરૂપ જ્ઞાનગુણ જીવમાં હોય નહિ તો જીવ કદીય કેવળજ્ઞાન પામી શકે નહિ અને ચેતન મટી જડ બની જાય.
ઉભય શક્તિ ઓઘ ઉર્ધ્વતા સામાન્ય શક્તિ અને સમુચિત શક્તિ સમજવાથી વિશ્વમાં રહેલ પ્રત્યેક પુદ્ગલ પરમાણુ, પ્રત્યેક પૌદ્ગલિક પદાર્થમાં પરિણમી શકે છે એ સ્પષ્ટ થશે. આત્મામાં ગર્ભિત સત્તાગત પરમાત્મ તત્ત્વ રહેલ છે અને પ્રત્યેક આત્મા પરમાત્મા છે એ શાસ્ત્રીય વિધાનની સત્યતા બુદ્ધિગમ્ય બનશે. આ બંને શક્તિથી દ્રવ્યનું સ્પષ્ટ વિશ્લેષણ કરી શકાય છે.
સહભાવીપણું અને ક્રમભાવીપણું અર્થાત્ ગુણપર્યાય : દ્રવ્ય એ શકિત સ્વરૂપ છે. જયારે ગુણ-પર્યાય એ વ્યક્તિ સ્વરૂપ છે. દ્રવ્યમાં સહભાવીરૂપ કહેતાં