________________
26
પરિશિષ્ટ
-
3
વિશિષ્ટતાના અર્થાત્ સર્વાંગિતા - સર્વજ્ઞતાના દર્શન કરાવે છે.
ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ ક્રમાંકે મૂકેલ છે કારણ કે પ્રથમ વિચારણા દ્રવ્ય એટલે કે પદાર્થની કરવાની હોય છે. વિશ્વમાં જો દ્રવ્ય જ નહિ હોત તે પછી કશાની વિચારણા કરવાની રહેત જ નહિ. વિશ્વમાં જો કોઈ દ્રવ્ય હોય તો તેની કોઈ ક્રિયા, પ્રક્રિયા હોય શકે અને તેની ઉપર કંઈક ને કંઈક પ્રયોગ થઈ શકે.
-
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની વિચારણામાં, દ્રવ્ય કેટલાં છે, તે દ્રવ્ય કયા કયા છે, તે દ્રવ્યો કેવાં કેવાં છે ? અને તે દ્રવ્યો કેવાં કેવાં હોવા જોઈએ ? તે દ્રવ્યોના ગુણધર્મ શું છે ? તે દ્રવ્યોનું સ્વરૂપ શું છે ? તે દ્રવ્યોનું વિરૂપ શું છે ? તે દ્રવ્યોનો સ્વભાવ શું છે ? તે દ્રવ્યોનો વિભાવ શું છે ? વિગેરે વિગેરેની વિસ્તૃત વિચારણા કરવામાં આવેલ છે.
ત્યારબાદ બીજા ક્રમે ચરણકરણાનુયોગને સ્થાન આપ્યું છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની હકીકત આપી દીધાં પછી ચરણકરણાનુયોગની જરૂર શા માટે પડી ? ચરણ એટલે રોજબરોજની દૈનિક આચરણ - વર્તન - ચારિત્રની ક્રિયાઓ. જે સીત્તેર છે અને કરણ એટલે કે જરૂર પડે ત્યારે આચરવાની ક્રિયાઓ જે પણ સીત્તેર છે. ટુંકમાં કહીએ તો ચરણ એટલે ચારિત્ર અર્થાત્ સંયમ્ અને કરણ એટલે તપ અર્થાત્ ઈન્દ્રિયદમન. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની વિચારણા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે આ વિશ્વમાં જો કોઈ દ્રવ્યની દુર્દશા થઈ હોય તો તે જીવદળ - જીવદ્રવ્યની જ થઈ છે. કારણ કે જીવદ્રવ્ય (સંસારીજીવ) એના નિયમમાં સ્વરૂપમાં નથી. બાકી બીજાં બધાંય દ્રવ્યો એના નિયમાનુસાર સ્વભાવગત વર્તી રહ્યા છે. પણ એટલું યાદ રહે કે જીવ સિવાયના બીજાં દ્રવ્યો જડ છે અને જડ હોવાના કારણે વેદન નથી. વેદન નથી એટલે એ દ્રવ્યોને માટે સુખ દુ:ખનો પ્રશ્ન નથી. વેદન માત્ર જીવ દ્રવ્યને છે અને તેથી જ જો સુખ દુ:ખનો પ્રશ્ન કોઈએ હલ કરવાનો હોય તો તે માત્ર જીવદ્રવ્યે જ હલ કરવાનો છે, કેમકે સંસારી જીવ ક્યાંક સુખી છે કે કયાંક દુ:ખી છે. સંસારીજીવ દ્રવ્યની આવી દશાનું કારણ એ છે કે તે તેના પોતાના સાચા રૂપમાં અર્થાત્ સ્વરૂપ દશામાં નથી.