________________
પરિશિષ્ટ - ૩
31
છે. સદોષમાંથી નિર્દોષ બનાવાનું છે માટે જ વર્તમાનમાં યમ, નિયમ, સંયમમાં રહી નિર્દોષ વ્યવહાર કરવાનો છે. આ માટે જ થઈને દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભ્યાસ કરવાનો છે. જીવ પુદ્ગલ સાથે સદોષ સંબંધથી ક્ષીરનીર જેમ બદ્ધ થવાં છતાં જીવ પોતાનું જીવત્વ - ચેતનત્વ અકબંધ અખંડ જાળવી રાખે છે ભલે તેણે અનાદિથી પુદ્ગલસંગે પોતાનું પૂર્ણત્વ - શુદ્ધત્વ ગુમાવી દીધું છે. ચેતન, ચેતન રહે છે - જીવ, જીવ જ રહે છે અને અજીવ જડ થઈ જતો નથી માટે તે પુરુષાર્થ કરે તો પોતાના પુરુષ (આત્મા)ના પૂર્ણત્વને - શુદ્ધત્વને પામી શકે છે. ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ છે ! ખંડિયેર તો પણ તે મહેલનું છે ! અશુદ્ધ તો ય આત્મા છે ! પૂર્ણ નહિ તો ય પૂર્ણનો જીવંત અંશ છે ! એથી જ તો જ્ઞાનીએ કહ્યું છે કે.....
અંશ પણ નવિ ઘટે પુરણ દ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના,
અકલ ને અલખ એમ જીવ, અતિ તંતથી પ્રથમ અંગ વઘુ અપદને પદ નથી. છતાંય પુરણ નો હોવા છતાં ય અંશ છે. અંશ પૂર્ણની બરોબરી કરી શકે નહિ. A part cannot be equal to whole. અંશ (વિકલ) અખંડ (સકલ) બરોબર-સમ નહિ હોય શકે. શરીરના અવયવો, શરીરની સાથે જ શોભે. અવયવ કપાયા બાદ શરીર પણ સારું નહિ લાગે, એવો શરીરી, અપંગ-વિકલાંગ કહેવાય જે પૂર્ણાગ-સર્વાગની બરોબરી કરી શકે નહિ.
પાંચ મૂળભૂત દ્રવ્યો વિષે આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ હવે આગળ દ્રવ્ય શું છે ? એ વિષે વિચારીશું.
જે અનાદિ - અનંત નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, સ્વતંત્ર, સ્વાધીન હોય તે મૂળભૂત દ્રવ્ય છે. બ્રહ્માંડમાં આવાં દ્રવ્યો કેવળ અગાઉ જણાવ્યા મુજબના પાંચ દ્રવ્યો છે. વળી જે ઘુવ છે, નિત્ય છે, સત્ છે, સદા સર્વદા છે તે મૂળભૂત દ્રવ્ય છે.
જેના દર્શને ચાર સૂત્રાત્મક વાક્યોથી દ્રવ્યની વ્યાખ્યા બાંધી છે.