________________
30
પરિશિષ્ટ - ૩
કે બાધા હોંચાડ્યા વિના કે બાધા પામ્યા વિના અવ્યાબાધ રહીને સ્વ ગુણ કાર્ય કરે છે. તેથી જ પાંચ પૈકીના આ ત્રણ મૂળભૂત તત્ત્વો - દ્રવ્યો શુદ્ધ છે. એથી જ તે ત્રણે ય અરૂપી છે અને શુદ્ધ છે. રૂપી શું ? અને અરૂપી શું? એ વિષે વિચારણા આગળ ઉપર કરીશું.
ચોથું મૂળભૂત તત્ત્વ-દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે તે પણ જડ છે. પરંતુ એ દ્રવ્ય રૂપી છે. જ્યારે પાંચમું મૂળભૂત તત્ત્વ-દ્રવ્ય જીવાસ્તિકાય એના મૂળ શુદ્ધ
સ્વરૂપમાં અર્થાત્ એના પરમ સ્વરૂપમાં અરૂપી છે અને જ્ઞાયક, વેદક, ચેતક હોવાથી ચેતન છે. જીવાસ્તિકાયનું શુદ્ધ સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ તરીકે ઓળખાય છે જે આત્યંતિક શુદ્ધાવસ્થા, સ્વરૂપાવસ્થા, સહભાવસ્થા છે. પરંતુ એ જ જીવાસ્તિકાય એના અનાદિના અશુદ્ધ સ્વરૂપમાં એ ચેતન હોવા છતાં પુલાસ્તિકાય સંયોગે રૂપી છે. એ એનું સાંયોગિક સ્વરૂપ છે અને તે જીવનું સાંસારિક સ્વરૂપ હોવાથી એવાં જીવાસ્તિકાયને સંસારી જીવ કહેવાય છે. જીવને એનું એ સંસારીપણું, રૂપીપણું રૂપી એવાં પુદ્ગલાસ્તિકાયને કારણે પ્રાપ્ત થયું છે તેથી સાંયોગિક છે.
જગત આખામાં જગત આખાની જે કાંઈ રમત ચાલી રહી છે, જે કાંઈ દુન્યવી - જાગતિક નાટક જગત રંગમંચ ઉપર ભજવાઈ રહ્યું છે, જે કાંઈ ઘટનાઓ ઘટી રહી છે, જે કાંઈ બનાવો બની રહ્યાં છે, જે કાંઈ ખેલ ખેલાઈ રહ્યાં છે તે સર્વ બીજું કાંઈ નહિ પણ આ જીવ કહેતાં જીવાસ્તિકાય અને પુદ્ગલા કહેતાં પુદ્ગલાસ્તિકાયની રમત જ છે.
પ્રથમ ત્રણ તત્વો અગાઉ જણાવ્યા મુજબ અવ્યાબાધ છે એટલે કે એમનામાં બાધ્ય-બાધક ભાવ નથી અર્થાત્ અરસપરસ અસરઅભાવ છે. અર્થાત્ શૂન્ય તત્વ છે. આ ત્રણે ય તત્ત્વો નિર્દોષ તત્ત્વો છે. અન્ય તત્ત્વો સાથેનો, આ ત્રણે ય તત્ત્વોનો સંબંધ સર્વથા નિર્દોષ સંબંધ છે.
જ્યારે આથી વિપરીત પુદ્ગલ અને જીવાસ્તિકાય (સંસારી - અશુદ્ધજીવ)માં બાધ્ય બાધકતા છે અર્થાત્ ઉભય અરસપરસ એકબીજાને અસર (બાધા) હોંચાડે છે અને એકબીજાથી બાધા (અસર) પામે છે. આ ઉભય અસ્તિકાયનો સંબંધ સદોષ સંબંધ છે. સંસારીજીવે, પુદ્ગલની આ બધામાંથી મુક્ત થવાનું