________________
86
પરિશિષ્ટ - ૩
એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્યના ગુણ-પર્યાય વિષે જાણકારી મળે છે.
ગુણ એ અગાઉ જણાવ્યા મુજબ દ્રવ્યમાં ભેદ પાડે છે. એટલે કે દ્રવ્યની ઓળખ આપે છે. આમ ગુણ એ દ્રવ્યનો ધર્મ છે. ગુણ એ દ્રવ્યનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુત્વ અર્થાત્ વસ્તુ સ્વભાવ એ ગુણ છે. પદાર્થ વિજ્ઞાનમાં પણ ગુણધર્મો પરથી નિશ્ચિત કયો પદાર્થ છે તેનો નિર્ણય થતો હોય છે. જેમકે રંગ પીળો છે, અકાઢે છે અને ઘનતા અમુક છે તો તે સોનું છે. કોઈપણ દ્રવ્ય ગુણ વિનાનું હોઈ શકે નહિ. દ્રવ્ય હોય તો તેનામાં અમુક ગુણ હોવા જ જોઈએ.
ગુણના બે ભેદ પડે છે. સામાન્ય અને વિશેષ. જે ગુણ એક કરતાં અધિક દ્રવ્યમાં હોય તેને સામાન્યગુણ કહેવાય છે જ્યારે જે ગુણ તે દ્રવ્યનો પોતાનો. આગવો વિશિષ્ટ ગુણ હોય તેને વિશેષગુણ કહેવાય છે. એ વિશેષગુણને પરમગુણ, પરમભાવ કે સ્વભાવ પણ કહેવાય છે. સામાન્ય ગુણ દશ છે અને વિશેષ ગુણ સોળ છે.
સામાન્ય ગુણ :
(૧) અસ્તિત્વ: પ્રદેશત્વથી ત્રિકાળ, સદા, સર્વદા, સર્વકાળ વિધમાના હોવું એ તે દ્રવ્યનો અસ્તિત્વ ગુણ કહેવાય છે.
(૨) વસ્તુત્વ : ગુણક્રિયાના સાતત્ય (નિરંતરતા)ને વસ્તુત્વ કહે છે. ઉદાહરણ તરીકે જીવનો ગુણ જ્ઞાન છે. કોઈપણ જીવાસ્તિકાય દ્રવ્ય જ્ઞાયકતા અને વેદકતા વિહોણુ નહિ હોય. જીવના આ જ્ઞાનગુણ એટલે કે જોવા, જાણવા, વેદવાની ક્રિયાનું સાતત્ય જે ચાલુ છે તે જીવનો વસ્તુત્વ ગુણ છે. જીવ અમુક સમય જ જુએ, જાણે, વેદે અને અમુક સમય જુએ, જાણે, વેદે નહિ અર્થાત્ તેટલો સમય જીવ, જીવ મટી અજીવ (જડ) થઈ જાય એવું કયારેય બનતું. નથી. વધુ સ્પષ્ટ એક ઉદાહરણ લઈને કરીએ. સાકરમાં સાકરની મીઠાશ કાયમ સાકરની સાથે હોય છે. સાકર એવી નથી હોતી કે તેની મીઠાશ સવારે ૮ થી. ૧૨ હોય અને બપોરે ૧૨ થી ૪ નહિ હોય. એમ જે સાકર મીઠાશ વિનાની થઈ જતી હોય તો તે સાકર કહેવાય નહિ. ટૂંકમાં ગુણની દ્રવ્ય સાથેની અભેદતા એ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ દ્રવ્યનો સહભાવી છે. ગુણ એ દ્રવ્ય સ્વભાવ છે. ગુણ દ્રવ્યની મુડી છે. દ્રવ્ય ગુણ સંપન્ન હોય છે.