________________
પરિશિષ્ટ 3
પદ ૫-૨૧ અનુલક્ષિત પરિશિષ્ટ - 3
-
સ્વરૂપ વિજ્ઞાન યાને જૈન પદાર્થ વિજ્ઞાન (. ગુ. ૫.)
25
જીવન વ્યવહારમાં પદાર્થ વિજ્ઞાન (Physics) - ભૌતિકશાસ્ત્ર એ જેમ અઘરો વિષય ગણાય છે અને એનાં ભણનારા અને જાણનારા ઓછા હોય છે તેમ જૈન દર્શન વિષે દ્રવ્ય, ગુણ, પર્યાય એ કઠિન વિષય ગણાય છે જેને દ્રવ્યાનુયોગ તરીકે ઓળખાવવામાં આવેલ છે. કારણ કે એમાં મૂળભૂત એવાં દ્રવ્યની, તત્ત્વની Matter ની વિચારણા વિગતે કરવામાં આવેલી છે. આ વિષયને શુષ્ક અને અઘરો ગણી ભલભલાં વિદ્વાનો, પંડિતો તથા જ્ઞાન અને ધ્યાન જ જેમનું જીવન છે એવાં સાધુ મહાત્માઓ, સાધકાત્માઓ પણ એ વિષયનો સ્પર્શ કરવાથી પાછા પડે છે, ડરે છે, હિચકચાટ અનુભવે છે. કોઈ વિરલા જ એ વિષયને સ્પર્શે છે અને એમાં ઊંડા ઉતરી જ્ઞાનાનંદ અનુભવે છે. એટલે જ તો શાસ્ત્રમાં એટલે સુધીનું વિધાન કરેલ છે કે જેને દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન નથી એ નિશ્ચયથી સાધુ નથી. દ્રવ્યાનુયોગનો જાણનારો તત્ત્વનો જિજ્ઞાસુ છે, તત્ત્વાર્થી છે, આત્માર્થી છે. વળી પૂર્વ મહર્ષી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીએ તો ત્યાં સુધી કહ્યું કે....
એ બે વિણ, ત્રીજો નહિ સાધુ, ભાખ્યું સંમતિતĚ અગાધ, એ યોગે જો લાગે રંગ તો આધાકર્માદિક નહિ ભંગ.
દ્ર.ગુ.પ. ઢાળ ૧લી.
જૈન દર્શનની જેમ ભૂગોળ છે, જે બૃહતસંગ્રહની ક્ષેત્રસમાસ છે તેમ જૈન દર્શનનું સ્વરૂપ વિજ્ઞાન છે તે જૈન પદાર્થ વિજ્ઞાન છે. એ દ્રવ્ય-ગુણ-પર્યાયની વિષય વિચારણા દ્રવ્યાનુયોગમાં કરવામાં આવેલ છે. દ્રવ્યાનુયોગ એ જૈન દર્શનના ચાર મહત્વના અનુયોગો પૈકીનો એક અત્યંત મહત્વનો અનુયોગ છે. એ ચાર અનુયોગના નામ છે (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) કથાનુયોગ અને (૪) ગણિતાનુયોગ.
આ ચાર અનુયોગમાં બધુંય આગમ સાહિત્ય આવી જાય. આ ચાર અનુયોગ ક્રમાનુસાર નિશ્ચિત ક્રમમાં મૂકવામાં આવેલ છે, જે રચનાકારની અદ્ભૂત