________________
પરિશિષ્ટ - ૧
ત્રીજો પ્રકાર બતાડે છે. જે દર્શન દ્વારા અસ્તિત્વના અસ્તિત્વનું, અસ્તિત્વના નાસ્તિત્વનું; નાસ્તિત્વના અસ્તિત્વનું અને નાસ્તિત્વના નાસ્તિત્વનું પ્રકાશન થતું હોય છે, જે સકલાદેશ synthetic judgement છે. અસ્તિ નાસ્તિની ચોભંગી થતી હોય છે. એક પણ આત્મપ્રદેશની વધઘટ વિનાનું આત્માનું આત્માની સાથેનું જે સર્વકાલીન અસ્તિત્વ છે તે અસ્તિની અસ્તિ છે. પરંતુ આત્માના મૌલિક શુદ્ધ પરમ આત્મસ્વરૂપનું અસ્તિત્વ નથી તે અસ્તિની નાતિ છે. એ જ રીતે જીવનો જે કર્મજનિત વર્તમાનકાલીન ક્ષણિક પર્યાય છે તે નાસ્તિની અસ્તિ છે તેમ અતીત અનાગત કર્યજનિત ક્ષણિક પર્યાયો છે તે નાસ્તિની નાતિ છે. નાસ્તિની અસ્તિને નાતિરૂપી જ લેખી પર શ્રી અતિની ગતિને અતિની અતિમાં ફેરવવી તે સાધના છે.
વસ્તુની પરિપૂર્ણ ઓળખ માટે તેના ગુણ અને દોષ, લાભ અને નુકસાન, નફો અને તોટો ઉભય જોવાં પડતા હોય છે. સિક્કાની બંને બાજુઓને જોઈને જ નિર્ણય થતો હોય છે કે તે ક્યા દેશનો અને કેટલા મૂલ્યનો સિક્કો છે. વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભયાત્મક ચકાસણીથી વસ્તુના વસ્તુત્વની સર્વાગી જાણ થતી હોય છે.
જે પદાર્થ પોતાના સ્વતુષ્ટય (સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)થી અસ્તિત્વધર્મવાળો છે, તે જ પદાર્થ પર ચતુષ્ટયથી નાસ્તિત્વધર્મવાળો છે. માટે વસ્તુ સ્વરૂપનું સાચું સમ્યગ નિરૂપણ અસ્તિનાસ્તિ ઉભયાત્મક વિચારણાથી થતું હોય છે. એ સર્વાગીદર્શન, સકલાદેશ હોય છે. કર્તવ્ય અને અકર્તવ્ય પૃથક પ્રથફ જણાવવામાં આવે ત્યારે તે વિકલાદેશ હોય છે. પણ કર્તવ્ય અને અકર્તવ્ય ઉભયાત્મક જાણ કરવામાં આવે છે ત્યારે તે સકલાદેશ બને છે. ચિકિત્સામાં વૈદ્યરાજ પથ્ય અને અપથ્ય ઉભય વિષે રોગીને સાવધ કરે છે. પૈસા છે પણ બેંકમાં છે એટલે હાલ નથી. એ પૈસા હોવાપણા અને ન હોવાપણાની ત્રીજી સ્થિતિનો નિર્દેશ કરે છે.
દેખીતી રીતે તો આ ત્રીજો ભાંગો, પહેલા અને બીજા ભાંગાના સરવાળા રૂપ લાગે. પરંતુ આ એવું નથી. આ ત્રીજી ભાંગાથી નિશ્ચિત નવી ત્રીજી જ