________________
18
પરિશિષ્ટ - ૧
આસ્તિનાસ્તિ ઉભય બાબતે મૌન રહે. કહેવા યોગ્ય એટલું જ કહે અને ન કહેવા યોગ્ય હોય તે ન કહે.
પહેલા ભાંગામાં કથંચિત્ આત્મા છે જ એવું વિધાન થયું જે સ્યાદ્વાદશૈલીનું કથન છે. એ જ વાત વેદાંત કરે છે ત્યારે ત્યાં એકાન્તતા, આગ્રહ આવે છે કે આત્મા જ છે. આત્મા સિવાય કાંઈ નથી. અને સૂત્ર આપે છે કે “બ્રહ્મ સત્ય જગત મિથ્યા.” બ્રહ્મ સત્ય છે એ બરોબર પણ બ્રહ્મ જ સત્ય છે અને બ્રહ્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એ કથન જગત સ્વરૂપ જોતાં સ્વીકૃત બનતું નથી. જગત વચ્ચે અને જગત સાથે જીવન જીવાય છે તો પછી તેને નકારાયા કેમ ? બ્રહ્મ (આત્મા) સિવાય અન્ય દ્રવ્યોનું પણ અસ્તિત્વ છે તેને કેમ નકારાય? જગત વિનાશી એટલે અનિત્ય એવું મિથ્યા છે તો જગત અવિનાશી, નિત્ય પણ છે એનો સ્વીકાર પણ સ્વાસ્ અવ્યયના પ્રયોગથી થવો જોઈએ. કેમકે જગત પ્રવાહથી અસ્તિત્વથી અનાદિ અનંત (નિત્ય) છે પણ ઘટના (Events) થી સાદિ સાન્ત (અનિત્ય-મિથ્યા) છે. સ્યાદ્વાદશૈલીનું સત્ય કથના તો એ હોઈ શકે કે જગત સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ સૂત્ર સાધના માટે ઊંચામાં ઊંચો વિકલ્પ પૂરો પાડે છે કે બ્રહ્મ-આત્મા જ સત્ છે તેને જ લક્ષમાં રાખી એની પ્રાપ્તિ માટે જ જે કાંઈ કરવું પડે તે કરવું અને જગત-સંસાર અસ-મિથ્યા-વિનાશી છે તો તેનાથી છૂટી જવું જોઈએ કે એને છોડી દેવો જોઈએ. જેના દર્શનની સ્યાદ્વાદશૈલીથી એ સૂત્રનું અર્થઘટન કરીએ તો “બ્રહ્મ સત્ય' એ સંવેગ-મોક્ષરુચિ’ છે અને જગત મિથ્યા' એ “ભવ નિર્વેદ' છે. પરંતુ એ સૂત્રથી જગતવ્યવસ્થા કે જગસ્વરૂપનું યથાર્થ નિરૂપણ નહિ થઈ શકે.
એ જ પ્રમાણે આત્મા અનિત્ય છે એ બીજા ભાંગાની વિચારણા છે જે બૌદ્ધ મત છે. આત્મા અનિત્ય-ક્ષણિક છે એ સાચું પણ આત્મા અનિત્ય જ છે એમ આગ્રહ રાખવો અને સ્વાસ્ અવ્યયથી બીજી અપેક્ષાની સ્વીકૃતિ ન કરવી એ એકાન્તતા છે જેનાથી અન્ય ગુણધર્મનો અસ્વીકાર છે અને તેથી વસ્તુ, તત્ત્વનું યથાર્થ નિરૂપણ થતું નથી. આત્મા પર્યાયથી અનિત્ય એટલે ક્ષણિક કહીએ ત્યાં સુધી કથનમાં યથાર્થતા છે કેમકે ત્યાં પર્યાયની અપેક્ષાએ