________________
14
પરિશિષ્ટ - ૧
આપણી સન્મુખ એક આકૃતિ છે એ આકૃતિની જીવંતતા, એની નિર્દોષતા, લઘુતા અને જાતિચિનના હોવાપણાથી એટલે કે અતિથી નિર્ણય કર્યો કે તે બાળક છે અને છોકરો છે. તેમ તેની કિશોર, પુખ્ત, વૃદ્ધ, નારીજાતિ ચિહ્ન ન હોવાપણાથી નિર્ણય થયો કે બાળક અને તે પણ છોકરો જ છે. આમ સ્વલક્ષણના હોવાપણાથી અને પરલક્ષણના ન હોવાપણાથી બાળકના હોવાપણાનો નિર્ણય થયો. એટલે અહીં નિર્ણય થવામાં સ્વપર્યાય એટલે
અસ્તિભાંગા, પરપર્યાય એટલે નાસ્તિભાંગા અને અસ્તિનાસ્તિ ઉભયભાંગાથી નિર્ણય થયો કે બાળક છે. બાળકો, યુવાન કે યુવતી કે જડ રમકડું નથી.
કોઈક વાર એવું પણ બને કે સન્મુખ રહેલ આકૃતિ, દેખાવ, વસ્ત્ર પરિધાન, હલનચલન, હાવભાવાદિથી દેખાતી તો બાળક જેવી હોય પણ કહી શકાય નહિ કેમકે ઠીંગુજી વામન, ચાવી આપેલું રકમડું કે રોબોટ બાળક પણ હોઈ શકે. તેથી એવું ય બની શકે છે કે બાળક છે પણ કહી શકાય નહિ; બાળક અમુક અપેક્ષાએ નથી જ પણ કહી શકાય નહિ અને અમુક અપેક્ષાએ જોતાં બાળક છે જ પણ બીજી અપેક્ષાએ એટલે કે અન્ય દૃષ્ટિકોણ યા લક્ષણથી જોતાં બાળક નથી પણ કહી શકાય નહિ. બાળક છે ખરો તો વળી બાળક લાગતો નથી એટલે કાંઈ કહી શકાય નહિ.
બીમારને પૂછવામાં આવે કે “તબિયત કેમ છે ?’ જવાબ મળે છે કે આજે તો તબિયત સારી લાગે છે. થોડા સમય બાદ કે બીજે કોઈ દિવસે પૂછવામાં આવે કે “હવે તબિયતમાં કેમ લાગે છે ?' ત્યારે જવાબ મળે છે કે તબિયત સારી નથી. લાંબી માંદગી ભોગવનારને કાળાંતરે પૂછતાં જવાબ મળે છે કે ‘તબિયત નરમ ગરમ ચાલે છે. “સોમવારે સાજા અને મંગળવારે માંદા જેવી હાલત છે. કયારેક વળી એવો પણ જવાબ મળે કે ભઈસા'બ કાંઈ કહેવાય. એવું નથી. સમજાતું નથી કે શરીરને શું થયું છે ? ડૉકટરો પણ કળી શકતા નથી અને કહી શકતા નથી કે નિદાન કરી શકતા નથી.
વધુ તપાસ કરતાં ડૉકટર કહે છે કે શરીરમાં ખરાબી જરૂર છે પણ તે ખરાબી શું છે ? એ ખરાબી શાની છે? તે કાંઈ સમજાતું નથી, કહેવાય એવું