________________
પરિશિષ્ટ - ૧
13
કુશ (પાતળો) છે એટલે માંદો છે એમ કહેવાય નહિ.
તેવી જ રીતે છઠ્ઠા ભાંગા દ્વારા જણાવે છે કે વસ્તુ નથી પણ અવકતવ્ય છે. આ ભાંગા દ્વારા નાસ્તિત્વના નાસ્તિત્વનો સ્વીકાર છતાં તેની અભિવ્યકતતાની અસમર્થતા જણાવાઈ છે. અસ્તિની જેમ નાસ્તિની પણ અનંતતા છે. એક સત્યને જાહેર કરવું સહેલું છે પણ એક અસત્ય-જૂઠાણાને છૂપાવવા હજાર જૂઠાણાનો આશરો લેવો પડતો હોય છે. એક દાખલાનો સાચો જવાબ એક છે પણ ખોટા જવાબ અનંતા છે. નપાણીયા પ્રદેશમાં કૂવો ગાળતા પાણી મળવાનું નથી છતાં તેવાં પ્રદેશમાં પણ પાણી મળી જાય એવું આશ્ચર્ય સર્જાતું હોય છે અને ખારાપાટમાં ય મીઠી વીરડી મળી આવે તેમાં નવાઈ નથી. એટલે કે નથી ‘છતાં પણ કહી શકાય નહિ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. શરીરે ભરાઉ નથી પણ માંદો છે એમ કહી શકાય નહિ. બ્લડપ્રેશર નથી, પણ હૃદયરોગ છે કે નહિ તે કહી શકાય નહિ.
અંતે અસ્તિત્વનું અસ્તિત્વ હોવા છતાં અને નાસ્તિત્વનું નાસ્તિત્વ હોવા છતાં તેની અનિર્વચનીયતા કે અવર્ણનીયતા હોય છે એવું સપ્તભંગીનો સાતમો પ્રકાર કહે છે. એક મિત્રે બીજા મિત્રને વ્યાપાર કરવા મૂડી ધીરી પણ તે મૂડી સચવાશે, વધશે, ઘટશે કે નષ્ટ થઈ જશે તે કાંઈ કહી શકાય નહિ., લક્ષણો બતાડે છે કે રોગ છે પણ પીડા નથી તેથી કહી શકાય નહિ કે રોગ છે જ કે નથી જ.
વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આ સાતથી આઠમું કોઈ પરીક્ષણ છે નહિ માટે સ્યાદ્વાદદર્શને સપ્તભંગીનું પ્રરૂપણ (પ્રદાન) કર્યું કે સ્વરૂપનો નિર્ણય કરવા આ સાત રીતે વિસ્તૃત વિચારણા કરવી. એથી વિપરીત કોઈ પણ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવામાં જો સ્યાદ્વાદનો આશ્રય લેવામાં નહિ આવે તો તે અંગેનો નિર્ણય સાચો થઈ શકતો નથી. આમ સ્યાદ્વાદ એ સ્વરૂપનિરૂપણવાદ
હવે આ સપ્તભંગીરૂપ સ્યાદ્વાદને કેટલાંક જાત અનુભવના જીવન ઉદાહરણથી વિચારીએ જેથી તે સુસ્પષ્ટ બને અને તર્કસંગત થાય.