________________
10
પરિશિષ્ટ - ૧
જેટલી કાળમર્યાદા પૂરતો પણ જીવિત રહેતો નથી. તો વળી ક્યારે કટોકટીની પળમાં ઉપકારીનો એવો મહાન ઉપકાર હોય છે કે ઉપકારને વાચા આપવા શબ્દો મળતા નથી એમ નહિ પણ એ ઉપકારની મહાનતા આગળ શબ્દો વામણા પુરવાર થાય છે. સમકિત પ્રાપ્તિમાં સહાયક દેવ ગુરુનો કે જે પૂર્વાચાર્યોએ આવું સમ્યગજ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે તેનો ઉપકાર કેમ કરીને વર્ણવાય ? કેમ કરીને એ ઉપકારનો બદલો વાળી શકાય ? આવા સંજોગોમાં સહેજે શબ્દો સરી પડે છે કે I am grateful but sorry I cannot express' “હું આભારી છું પણ તે અભિવ્યક્ત કરવા માટે અસમર્થ છું, યુદ્ધના મેદાનમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અને ન્યાયની અદાલતમાં પરિણામની અનિશ્ચિતતા એવી હોય છે કે પરિણામની પૃચ્છાના જવાબમાં કહેવાતું હોય છે કે can't say anything - કશું કહી શકાય નહિ.
આ ચોથો ભાંગી અવ્યક્તવ્યનો પ્રકાર છે, જેમાં અજ્ઞેયતા નથી પણ અવકતવ્યતા છે. વેદ્ય છે, સંવેદ્ય છે પણ અવદ્ય, અવકતવ્ય છે, અભિવ્યક્તિની અશક્તિ છે. ગંગો ગોળનો સ્વાદ જાણે ખરો પણ કહી નહિ શકે. મૂક કેવળી એમના કેવળજ્ઞાનમાં જાણે બધું પણ કહી શકે નહિ. અંતકૃત કેવળી જાણે બધું પણ કહેવા જીવિત ન હોય. સિદ્ધ પરમાત્મા એમના કેવળજ્ઞાનમાં જાણે બધું પણ કહી શકે નહિ, કારણકે તેઓ યોગાતીત અદેહી-અશરીરી હોવાથી વ્યવહારથી પર છે. જ્યારે સયોગી કેવળીભગવંતો, અરિહંત ભગવંતો જાણે બધું પણ ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો મૌન ધારણ કરે. જયોતિષિ મૃત્યુયોગ બાબત મીન રહે છે. જીવલેણ રોગનું નિદાન થયું હોવા છતાં ડૉકટર કહેવાનું ટાળે છે. પાંચ પાંડવોમાંના સહદેવ જાણતા બધું પણ કહેતાં નહિ.
વાસ્તવિક તો આ ચોથો ભાગો જ્ઞાન કેવું પૂર્ણ છે તેનો નિર્દેશ કરે છે. વિચારવાની વાત એ છે કે જ્ઞાતવ્ય અજ્ઞાતવ્યના ભાગા ન આપતાં વકતવ્યા અવકતવ્યના ભાંગા આપ્યા. જ્ઞાનમાં કશું અજ્ઞેય નથી પણ કથનમાં વકતવ્યતા કે અવકતવ્યતા છે. આમ આ ચોથો ભાંગો અને પછીના ભાંગાથી તો કેવળજ્ઞાન કેવું અખંડ, અભંગ, અવિનાશી, અક્રમિક, નિર્વિકલ્પ અને પૂર્ણ છે તેનું લક્ષ્ય કરાવનાર છે. અનેકમાં એક અને એકમાં અનેકની પ્રતીતિ કરાવનાર આ