________________
પરિશિષ્ટ - ૧
Positive કહે છે. એ નકારાત્મક સિદ્ધિ છે. ભૂમિતિના પ્રમેયોની સિદ્ધિમાં આવા નકારાત્મક સિદ્ધિના ઘણા ઉદાહરણો જોવા મળે છે. અદાલતમાં પણ ગુનેગારના ગુનાને પુરવાર કરવા કે પછી અપરાધીને નિર્દોષ પુરવાર કરવા આવો. નકારાત્મક સિદ્ધિનો આશ્રય લેવાતો હોય છે. વસ્તુના અસ્તિત્વને અસ્તિભાંગાથી. સમજાવવાની જયાં અસમર્થતા હોય છે ત્યારે ત્યાં નાસ્તિભાંગાથી “નેતિ નેતિથી બ્રહ્મતત્ત્વ, મોક્ષાદિને સમજાવવાના પ્રયાસ થતાં હોય છે, ખાસ કરીને વેદાંત મતમાં ‘નેતિ’નો પ્રયોગ થતો જોવામાં આવે છે. પ્રથમ ભાંગામાં ભાવથી ભાવનો નિર્ણય થતો હોય છે તો બીજા ભાંગામાં અભાવથી ભાવનો નિર્ણય થતો હોય છે. દૂધના અડધા પ્યાલામાં, “અડધો પ્યાલો દૂધ છે” કહેવું તે પહેલા ભાંગાનો વિધેયાત્મક અભિગમ છે. પરંતુ “અડધો પ્યાલો ખાલી છે” એમ કહેવું તે બીજા ભાંગાનો નિષેધાત્મક અભિગમ છે.
સિક્કાની સવળી બાજુએ રહેલાંએ સવળી બાજુનું દર્શન કર્યું. જ્યારે સિક્કાની અવળી બાજુએ રહેલાંએ અવળી બાજુનું દર્શન કર્યું. ગુણાનુરાગીએ ગુણદષ્ટિથી ગુણ જોયા. વાંકદેખાએ દોષદષ્ટિથી વાંક-દોષ જોયાં. આ એક તરફી દર્શન થયું. પોતપોતાનું પોતપોતાની રીતે વસ્તુનું મૂલ્યાંકન થયું. એવું એક તરફી દર્શન પણ સાચું દર્શન છે જો ‘સ્યા’ શબ્દના પ્રયોગથી બીજી બાજુના દર્શનનો, વસ્તુના અન્ય પાસાનો પણ સ્વીકાર હોય તો ! પરંતુ જો વસ્તુના એકતરફી દર્શન, એકપક્ષી મૂલ્યાંકનનો આગ્રહ હોય તો તેવું દર્શન ખોટું, મિથ્યાદર્શન છે, જે એકાન્ત મત છે. આવા મતમાં વસ્તુના અન્ય ગુણધર્મ, અન્ય પાસાઓનો કે જેનું પણ અસ્તિત્વ, વસ્તુ અનેક ગુણધર્માત્મક હોવાના કારણે છે તેનો અસ્વીકાર છે. વસ્તુ અનંત ગુણાત્મક હોઈ, વસ્તુના અન્ય ગુણોના સ્વીકારપૂર્વક વસ્તુના કોઈ એક ગુણધર્મની કોઈ અપેક્ષાએ વિવફા (વિચારણા) એ અનેકાન્તવાદ છે અને વસ્તુના કથંચિપણા અર્થાત્ દેશપણાના સ્વીકારપૂર્વક અને અન્ય ગુણધર્મના સ્વીકારપૂર્વક કોઈ અપેક્ષાએ થતી વિચારણા એ સ્યાદ્વાદ છે.
સિક્કાનું એક એક બાજુથી એકાંગી દર્શન તો થયું પણ સિક્કાનું બધી. બાજુ, ચોમેરથી દર્શન કરવાને માટે, સર્વાગી સમગ્ર દર્શન માટે હવે દર્શનનો