________________
આનંદઘન પદ - ૪૯
૩પપ
(ભરમાહ - ભરમાયેલો હોય અને એની દેહડી જેમ થર થર ધ્રુજતી કાંપતી, હોય અને ચિચિયારી પાડતો અહીંતહીં કૂદાકૂદ કરતો એવી દશા - એવી મન:સ્થિતિ યોગીરાજજીની સાધનાની આ ભૂમિકાએ હોંચ્યા પછી પણ થઈ છે તેની વીતક તેઓશ્રી અહીં વ્યકત કરી રહ્યાં છે.
તેઓને ભૂત-પ્રેત-પિશાચ-શાકિની-ડાકિનીની અથવા તો કોઈ હિંસક પ્રાણીની પરેશાનીની અનુભૂતિ તેમના દેહને થથરાવી નાંખે તેવી થઈ હોય એમ માનવાને આ પંકિતઓ પ્રેરે છે. એમના સાધનામય જીવનમાં આવું બનવું અસંભવિત નથી. કારણ કે તેઓ વસ્તિથી દૂર વનવગડામાં, સ્મશાનાદિ નિર્જન સ્થાનોમાં એકલા અટુલા રહી સાધના કરતાં હતાં. પૂર્વકાળના ઋષિઓ પોતાને નિર્ભય બનાવવા અને પોતામાં ભય સંજ્ઞાનું પ્રમાણ ચકાસવા, આ રીતે એકાંત, અવાવરું, નિર્જન, ભયાનક સ્થાનો જેવાં જંગલ, ગિરિ કંદરા, કોતરો, સ્મશાનો આદિ જગામાં કે જયાં વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓના ઉપદ્રવની વચ્ચે રહીને ઉપયોગ શુદ્ધિની - ઉપયોગ સ્થિરતાની દુષ્કર સાધના કરતા હતા. તે પૂર્વના ઋષિમુનિઓને જે જે ઉપસર્ગો આવેલા તે સાધનાકાળ દરમિયાન વિશેષ પણે આવેલા હતાં.
આવી રીતે સ્મશાન, વનવગડા, ગિરિકંદરા; કોતરો, ગુફા, આદિ સ્થાનોમાં જઈ જંગલી હિંસક પશુઓની વચ્ચે પણ નિર્ભર રહીને સાધના કરવી અને પોતાના સાધનાબળને કસોટીની એરણે ચડાવવું તે અત્યંત દુષ્કર હોઈ, સામાન્ય સંસારી જીવો કે જે સત્વહીન કે અલ્પ સત્વશાળી છે તેવા જીવો માટે તો પ્રભુભકિત અને સત્સંગનો માર્ગ આરાધવો, પેતાના દોષોને માધ્યસ્થ દષ્ટિથી જોવા, તે દોષોનો પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત કરવું, દેવ ગુરૂ પ્રત્યે આદર બહુમાનવાળા બનવું, વ્રત, જપ, નિયમ, તપ કરવા, જ્ઞાન ભણવું અને ભણાવવું, દોષો - આશાતનાદિથી બચવું એજ આગળ વધવાનો માર્ગ છે.
દેહ ન, ગેહ ન, નેહ ન, રેહ ન, ભાવે ન દુહા ગાહા. આનંદઘન વહાલો બાંહડી કાલે, નિશદિન ધરૂં ઉમાહા રે. મુને..૩. હે પ્રભુ ! હવે મને આ દેહ પ્રત્યે કોઈ જ રાગ રહ્યો નથી. નથી કોઈ
કલ્પત સુખ સાક્ત હોય છે, જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે.