________________
આનંદઘન પદ ૫૦
માની હિસાબ ઊભો રાખે છે. આ ખોટી ખતવણી છે. કારણ કે આમ કરવાથી ક્યારે પણ ખાતુ ચુકતે થાય નહિ અને જીવને તે તે હિસાબ પુરો કરવા સંસારમાં ભટકવું જ પડે. જ્ઞાની કહે છે કે કયાંય પણ ખોટી ખતવણી થઈ ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખીને જીવવાનું છે. વીતરાગના માર્ગે ચાલવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે.
૩૬૧
તોહી તું કૈરો, મૈં હિ તું તેરી, અંતર કૌહં જનાસી; આનન્દઘન પ્રભુ આન મિલાવો, નહિ તર કરો ઘનાસી... અનુ...૩.
તો પણ હે અનુભવ મિત્રો તમે મારા જ છો કારણ કે તમો હિતકારી એવાં કલ્યાણ મિત્રો છો જે સદા હિત જ ચિંતવે છે અને હિત કરનાર છે હું મારામાં છું અને હે સુમતા તું તારા પ્રકૃતિભાવમાં રમી રહી છે. આકૃતિ જે આજે ચેતનની દેખાય છે તે પ્રકૃતિ રૂપે જ કામ કરી રહી છે. મારા અને તારા વચ્ચે જે અંતરભેદ પડેલો છે તે જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી સમળ અને વિમળ, નિર્ધન અને સધન એવાં મિશ્રભેદને કારણે આવા ભેદયુકત દૃશ્યો ચેતન એવો હું અનુભવી રહ્યો છું અને ઝોલા ખાઈ રહ્યો છું. યોગીરાજજી કહે છે કે ઉપર જણાવ્યા એવા મિશ્રભાવો અનુભવાતા હોવા છતાં પણ અંદરમાં પ્રગટેલ અનુભવ વિવેક મિત્ર મારી આંતરવેદનાને ઠારનાર હોવાથી, મને સાચું માર્ગદર્શન આપનાર હોવાથી તે મારો જ છે.
નિશ્ચયની દૃષ્ટિ આગળ કરીને જોવામાં આવે તો હું પોતે જ મારો છું. હું જ મારામાં છું. જ્યારે સુમતા તો મિશ્રભાવોની જનક હોવાથી પ્રકૃતિભાવોમાં રમી રહી છે - ઝોલા ખાઈ રહી છે. એ જે આંતરભેદ જે ચાલી રહ્યો છે તેને દૂર કરવા તેઓ પ્રભુ આગળ પ્રાર્થના કરી રહ્યાં છે કે પ્રભો ! આપ આવીને આ અંતરને દૂર કરો અને તે ન થાય ત્યાં સુધી ઊંચી એવી સદ્ગતિ આપજો કે જેથી આપની ભજનાનું સાતત્ય અવિચ્છિન્ન રહે.
હે પ્રભુ ! મારા આનંદઘન સ્વરૂપી ભગવાન આત્મા અને મારી વચ્ચે જે અંતર પડેલું છે તેની જાણ કરો કે તે કેમ છે અને કેટલું છે. જો તમે આવીને મેળાપ કરાવી આપો તો તે અંતર મીંટે. જો હાલ તે શક્ય નહિ હોય તો પછી
પુદ્ગલની નહિ પરંતુ સ્વભાવની રક્ષા કરે તે જ્ઞાની.