________________
પરિશિષ્ટ - ૧
પદ - ૫ અનુલક્ષિત પરિશિષ્ટ - ૧
સ્યાદ્વાદ-સ્વરૂપ - નિરૂપણવાદ બધાંયને બધુંય એક સાથે એક સમયે મળતું નથી, બનતું નથી અને કહેવાતું નથી. વળી બધાંયના મન, બધાંની માન્યતા, વારસો, કુળધર્મ, કુળ પરંપરા, ઉછેર, જન્મજાત સંસ્કાર, સંયોગો જરૂરિયાત આદિ જુદાં જુદાં હોય છે. ઉપરાંત મુનષ્યની બુદ્ધિશક્તિની મર્યાદા, જ્ઞાનની અપૂર્ણતા હોવાની સાથે સાથે પોતપોતાના રાગ, દ્વેષ અને અહં પણ આડે આવતા હોય છે. ભાવની સામે અભાવ પણ હોય છે અને ભાવ-અભાવ યુગપદ્ પણ હોય છે.
આવા પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતાં વિસંવાદનું સંવાદમાં સુસ્થાપના કરનાર જે વિચારધારા છે તે સ્યાદ્વાર દર્શન છે. ટૂંકમાં પરસ્પર વિરદ્ધ દેખાતા ધર્મોનો સાપેક્ષ રીતે એકમાં સમાવેશ સ્વીકારતો વાદ ચાને સિદ્ધાંત તે સ્યાદ્વાદ દર્શન. એ વિશ્વને જૈન દર્શન દ્વારા મળેલી વિશિષ્ટ મૌલિક દેણ છે. આ વિચારધારાને અપનાવવાથી દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહનું શમન થઈ નિરાગ્રહી અને સમભાવી બની શકાય છે.
સ્યાહ્નો અર્થ થાય છે કથંચિત્. કથંચિત્ એટલે કંઈક, અલ્પ, અધુરું કે અપૂર્ણ. જે કંઈક હોય તે અંશ (દશ) હોય. એ સર્વ કે પૂર્ણ ન હોય. અને તેથી સર્વ કે પૂર્ણનું કાર્ય નહિ કરી શકે.
સર્વાગ પરિપૂર્ણ શરીર હોય તે પૂર્ણાગ કે સર્વાગ કહેવાય. એવાં એ પૂર્ણ શરીરનો એક ભાગ (Part of the body) અવયવ કહેવાય. એવાં એકાદ અવયવનો અભાવ હોય તો વિકલાંગ કહેવાય. અંગ્રેજીમાં પણ કહેવત છે કે... Part cannot be equal to whole. અંશ, પૂર્ણની બરોબરી નહિ કરી શકે. હા ! અંશમાં પૂર્ણની ઝાંખી એટલે કે ઝલક હોય. “ભાંગ્યું ભાંગ્યું તો ય ભરુચ’ કહીએ છીએ ને ! ખંડિયેરમાં મૂળ અખંડ ઈમારતની ઝલક જોવા મળે છે.
જે વિવક્ષિત મુદ્દા વિષે વિધાન, જે સંદર્ભમાં કરાયેલ છે તેથી અન્ય