________________
પરિશિષ્ટ ૧
-
3
ચારેય દ્રવ્યો સ્વરૂપથી પૂર્ણ છે અને તેથી તે દ્રવ્યોનું ગુણકાર્ય પણ પૂર્ણ કહેતાં અસ્યાદ્ છે.
જ્યારે આ ચારથી વિપરીત પુદ્ગલ દ્રવ્ય પોતાના ગુણમાં એટલે કે સ્વભાવમાં જ ખંડિત, વિનાશી, અનિત્ય અને ક્રમિક હોવાથી પુદ્ગલ દ્રવ્યનું ગુણકાર્ય પૂર્ણપણે થતું નથી. જે એક પુદ્ગલસ્કંધનું કાર્ય છે તે બીજો પુદ્ગલ સ્કંધ કરી શકતો નથી. પુદ્ગલ દ્રવ્યમાં ક્રમિકતા હોવાથી સર્વ પુદ્ગલ, સર્વ સમયે, સર્વ રૂપે પરિણમતા નથી. પુદ્ગલદ્રવ્યમાં ક્રમશ: પરિણમન છે. જેમકે ઘટ દ્વારા થતું જલધારણ કાર્ય વસ્ત્રાદિથી થઈ શકતું નથી. અને વસ્ત્રનું શીતત્રાણાદિ કાર્ય ઘટથી થઈ શકતું નથી. આમ પુદ્ગલ પોતે રૂપી હોવાથી અને વિનાશી હોવાથી મૂળમાં પણ સ્યાદ્ છે અને કાર્ય તેમ જ ફળમાં પણ સ્યા છે. પુદ્ગલ રૂપી છે કેમકે એનામાં રૂપ-રૂપાંતરતા અર્થાત્ પરિવર્તનશીલતા છે અને ક્ષેત્રક્ષેત્રાંતરતા અર્થાત્ પરિભ્રમણશીલતા છે, જે અનિત્યતા અને અસ્થિરતા છે. આમ પુદ્ગલ દ્રવ્ય વિશ્ર્વકાર્યમાં તો સ્યાદ્ છે જ પણ પોતાના ગુણકાર્યમાં પણ સ્યાદ્ હોવાથી સ્યામાં સ્યાદ્ છે. તેમ સંસારીજીવ પુદ્ગલસંગે ભ્રષ્ટ બની મૂળ સ્વરૂપથી અવિનાશી અને પૂર્ણ એવો વિનાશી (અનિત્ય) અને અપૂર્ણ થઈ સ્યાદ્ બન્યો છે, તેણે અસ્યાદ્ના લક્ષ્ય સ્વયં અસ્યાદ્ બનવાનું છે. ટૂંકમાં જીવ જાતનો તો સિદ્ધની જાતનો છે. પોત પૂર્ણનું છે પણ ભાત પુદ્ગલની (અપૂર્ણની) છે તે દૂર કરી પોતરૂપે, જાતરૂપે પ્રગટ થવાનું છે.
છ અંધજને કરેલ હાથીના દર્શનની કહેવામાં આવતી શાસ્ત્રીય કથા સ્યાદ્વાદને સમજવામાં ઉપયોગી છે. દેખી ન શકતા એવાં છ અંધજનોએ એમની સમક્ષ રહેલ મહાકાય હાથીનું દર્શન પ્રત્યેક અંધજને પોતપોતાની રીતે પોતપોતાને હાથે હાથીનો જે અવયવ ચઢ્યો તેને સ્પર્શીને હાથીના તે અવયવના સંદર્ભમાં હાથીને તે મુજબનો કલ્પ્યો.
અંધજનના હાથે હાથીનો પગ ચઢ્યો, તેણે હાથીના એક અવયવ પગની અપેક્ષાએ હાથીને થાંભલા જેવો વર્ણવ્યો. પેટના સ્પર્શ કરનારે પેટની અપેક્ષાએ હાથીને ઢોલ જેવો વર્ણવ્યો. પૂંછડી જેના હાથે ચડી એણે પૂંછડીની