________________
આનંદઘન પદ - ૫૦
- વિરજ ફોરવવા દ્વારા જે પુરુષાર્થ કરવામાં આવે છે, તે પુરુષાર્થથી પહેલાં જે ભાગ્ય લખાઈ ગયું છે, તેમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન કાળમાં થતી ધ્યાન પ્રવૃત્તિ, વર્તમાનકાળે આત્માને વિશુદ્ધ કરવા દ્વારા હિતકારી હોવા છતાં, પૂર્વમાં જે અજ્ઞાનજનિત કર્મો નિકાચિત થઈ ગયા છે, તેવાં વિરચ-વિત કર્મ-ગત કર્મને ફેરવવામાં આવા આત્માને હિતકર થતી નથી. પ્રભુ મહાવીરના જીવનમાં આપણને આ જોવાં મળે છે. પ્રભુ મહાવીર સ્વામીજી એ ૨૩-૨૫-૨૭માં ભવમાં ઘોર સાધના કરી, તેનાથી આત્માની વિશુદ્ધિ ઘણી વધી. દુર્બદ્ધિ, દુષ્ટ સંસ્કાર, પાપાનુબંધ નાશ પામી ગયા. નિર્મળ બુદ્ધિ, સુસંસ્કાર, શુભાનુબંધનું આધાન થયું. છતાં પૂર્વના ભવોમાં કરેલી ભૂલોથી બંધાયેલા અશુભકર્મો ઉદયમાં આવવાથી પ્રભુને પણ ઘોર દુઃખો, ઉપસર્ગો, પરિષહો વેઠવા પડ્યા. ભાગ્યમાં જે દુ:ખ ભોગવવાનું લખાવીને લાવેલા તે દુ:ખ ભોગવવા પડ્યા. એમાંથી પ્રભુને ન તો ઈન્દ્રો બચાવી શકયા કે ન તો છેલ્લા ભવમાં કરેલી ઘોર સાધના બચાવી શકી.
અજ્ઞાની જીવો - રાંક - નિર્ધન જીવો દેવાળિયો વ્યાપાર કરી ખોટા ખાતા ખતવે છે. વર્તમાન ભવમાં જે જે સારા કે નરસા સંયોગો બાઝે તે વખતે પૂર્વમાં જે કાંઈ કરેલું તે જ વાવેલું લણી રહ્યા છે - મેળવી રહ્યાં છીએ એમ સમજી તેને જમા જ કરતાં રહીએ તો તે શાહુકારનો વેપાર કહેવાય કેમકે તેનાથી પૂર્વના ખાતાઓ - ઋણ ચૂકતે થતા જાય છે. પૂર્વમાં જે કાંઈ સારું કે ખોટું જીવોને આપેલું તે રકમ તેમના ખાતામાં ઉધાર હતી તે આજે તેમના દ્વારા પાછી આવતા જમા-ઉધાર હતી તે આજે તેમના દ્વારા પરત થતાં જમા-ઉધારનું પાસુ સરભર થાય છે. હવે લેતી દેતીનો હિસાબ રહેતો નથી એમ અંદરમાં સમાધાન થવાથી નવા નવા ખાતાઓ અંદરમાં ખૂલતા નથી અર્થાત્ નવા ઋણ ઊભા થતાં નથી. નવી નવી એન્ટ્રીઓ પડતી નથી અને ચોપડો ચીતરાતો નથી એટલે ચોખ્ખો થતો જાય છે.
એથી વિપરીત અજ્ઞાની જીવો પોતાના જ કર્મના ઉદયે જગતના જીવો નિમિત્ત બનવા દ્વારા જે કાંઈ સારું કે ખરાબ પામે છે તેને તેના નામે ઉધારે છે અને તેથી મારે તેનો બદલો લેવાનો છે, એમ માને છે. અર્થાત્ પોતે જે કાંઈ પામે છે તેને પોતે પોતાના ખાતામાં જમા કરી ભવાંતરે હું તેમને આપીશ એમ
જે ચારે બાજુએ પૈસા વેરી જાણે છે, તેને લોભ સતાવતો નથી.