________________
૩૬૨
આનંદઘન પદ - ૫૦
(નહિતર) એવું કરો કે સારી ગતિ એવી મળે કે વધુ ભવ કરવાના ન રહે અને કાળ પણ શકય તેટલો પરિમિત હોય. મોક્ષરૂપી મુકિત લક્ષ્મીરૂપ એવી ધનલક્ષ્મી (ધનાસી) મેળવવા કાજે ઈન્દ્રપદ જેવી કે અનુત્તર વિમાનવાસી દેવ જેવી ગતિ આપજો જેથી મિશ્રભાવથી જલ્દી છૂટકારો થાય.
સાધનાના માર્ગે પ્રયાણ કરતાં આત્માનુભૂતિ સંપન્ન આત્માને પણ ચડ-ઉતર કરતા સાપ સીડીની રમત જેવાં મિશ્રભાવો અનુભવાય છે. સમળા અને વિમળ એવી મિશ્રિત અવસ્થાઓ ઉપરના ચઢાણ માટે જીવને અતિભારે કષ્ટદાયક નીવડે છે. ૬ઠ્ઠા સાતમા ગુણઠાણાનો માર્ગ ભારે કઠિનતમ હોઈ, આ સમયે પ્રકૃતિએ આત્માને વિશેષભાવે કસોટીઓના એરણ પર તપાવીને તેની અગ્નિપરીક્ષા ઝીણવટથી કરે છે, તેવી પ્રવૃત્તિને નિર્ધન અર્થાત્ જૂઠી ન સમજવી પણ આત્મારૂપી હીરો સરાણે ચઢ્યો છે અને તે પાસાદાર ચમકતો દમકતો થવાનો છે એવા વિકલ્પબળથી સાધનામાર્ગે વધુ જોશીલા અને વેગીલા બનવું પણ હતાશ થઈ પીછેહઠ ન કરવી. સૌ પ્રથમ તો આત્માને હિતકારી (આપા હિતકારી - આત્મહિતકારી) માર્ગ પ્રાપ્ત થવો તે જ અત્યંત દુર્લભ છે. એ માર્ગ પ્રભુકૃપાએ જેને હાથ ચડ્યો તેણે તો મહાભાગ્ય જાગ્યા સમજી જાતને સધના - સફળ જ જાણવી.
જીવને અનાદિકાળથી. પુદ્ગલભાવમાં જે મોહ-માયા-મમતાના પરિણામો થાય છે અને તે કારણે એ કાયા-પત્ની આદિને ઉદ્દેશીને કહે છે કે “હું તારો - તું મારી'. આવા મોહભાવ જ માયાએ સર્જેલા આંતરામાં કારણરૂપ બને છે. હું મારા સ્વરૂપની રમણતામાં મગ્ન છું અને તું તારા સ્વભાવમાં છે એમ પરદો હટતા અનુભવાય છે ત્યારે અંતર અનઅંતર બને છે.
આ ભેદ પ્રવૃતિ હજી મારામાંથી નિર્મૂળ નથી થઈ, એમ મહાત્મા આનંદઘનજી નિખાલસ ભાવે કહે છે. ભાગ્યલક્ષ્મીની એટલે ભાવિ પર આધાર રાખનારી બાહ્ય સંપત્તિને ગૌણ બનાવી દઈ આત્માની કેવલ્યલક્ષ્મીને પ્રાધાન્યતા આપી જે કોઈ પુરષાર્થ આચરશે તેનો ચારિત્રમોહ અવશ્ય તૂટશે અને આનંદઘન પ્રભુ અંતરમાં આવીને આત્માનો પરમાત્મા સાથે મેળાપ કરાવી આપશે. તે નહિ
માન મૂકે તે મહાન, મોહ હણે તે મોહન.