________________
આનંદઘન પદ - ૫૦
૩પ૯
વાતને આશ્ચર્યમય - નવાઈભરી ગણે છે.
અહીં આ તબક્કે પોતાના આત્માને એક વખત આત્માનુભૂતિ થઈ ગઈ છે, અંદરમાં વિવેક મિત્ર પ્રગટી ગયો છે, જેની આગળ ચેતના-સમતા પોતાના હૃદયના ભાવો વ્યકત કરી રહેલ છે કે હજુ કેમ મારો સ્વામી ચેતન આવા મિશ્રભાવોને અનુભવે છે ? શા માટે આ અવઢવ-દ્વિધામાંથી બહાર નીકળી નિશ્ચિત માર્ગ પકડતો નથી ? હવે આ સ્વામી ચેતનને આ હાલકડોલક સ્થિતિમાંથી બહાર કાઢી નિશ્ચિત માર્ગે ચઢાવવા અને બીજું આડુંતેવું વિચાર્યા વિના એ નિર્ધારિત માર્ગે સડસડાટ આગળ વધે એ માટે શું કરવું ? એ મિત્રા વિવેકને પૂછે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ આત્મા પરમતત્ત્વને પામવાની. તાલાવેલી વાળો બન્યો છે તો બીજી બાજુ અંદરમાં-ભીતરમાં ભંડારાયેલા સંસ્કારો તેમજ કર્મના ઉદયો કલ્પનામાં પણ ન આવે એવાં દશ્યો ઊભાં કરે છે, એવા બનાવો - ઘટના ઘટે છે. ચિત્તમાં ઉપસતા સારા-નરસા, વિનાશી-અવિનાશી, શાશ્વત-અશાશ્વત, સમળ-નિર્મળ ભાવોને આત્મા રોકી શકતો નથી. કારણ કે તેવું સામર્થ્ય હજુ આત્મામાં પેદા થયું નથી. પરંતુ તે ભાવોમાં ભળી નહિ જવાનું અને તેથી અળગા રહી એને નિર્લેપ ભાવે જોવાનું સામર્થ્ય તો પેદા થયું જ છે કે જેના કારણે તે ભાવોના દૃષ્ટા રહી શકાય છે. પરંતુ લોક અજ્ઞાની હોવાના કારણે સાધકની આવી દશાને ઓળખી કે સમજી શકતું નથી અને તેથી જ સાધક આત્માઓના શ્રીમુખે આવું સાંભળવા મળે ત્યારે તે વિસ્મયા પામે છે અને પૃચ્છા કરી બેસે છે કે એકબાજુ તમે આત્માને વિશુદ્ધ ગુણોનો સ્વામી કહો છો અને બીજી બાજુ એનામાં ન ઘટે એવાં વિનાશી સમલ ભાવો પણ બતાવો છો તો આ વિરોધી વાતો કેમ કરી સંભવે ?
જ્ઞાનીઓના હૃદયને એમના જેવાં જ્ઞાની હોય તે જ સમજી શકે છે. અજ્ઞાનીઓ તો કેમ કરી તેને સમજી શકે ? ઘાયલ કી ગત ઘાયલ હી જાને. અનુભૂતિની વાતો અનુભૂતિ સંપન્ન જ જાણે.
જ્ઞાની ગુરુ તેનું સમાધાન આપતા કહે છે કે વર્તમાનકાળે જે આત્મ વીર્ય
જેનાથી અહંકાર અને મમતા જાય તે સાચું સાધન !