________________
૩પ૪
આનંદઘન પદ - ૪૯
પીડાના કાળમાં અદષ્ટ દુષ્ટતત્ત્વો - દુષ્ટશકિતની સતામણી - ઉપદ્રવ થાય છે તે એમાં વૃદ્ધિ કરે છે અને ધૈર્ય કસોટીને એરણે ચડે છે.
પદનું આ ચરણ એવો સંકેત આપે છે કે ધર્મના દ્રષી એવાં માંત્રિક; તાંત્રિક, અઘોરી, મેલી વિદ્યાના મેલડીમાના સાધકો મહાત્મા આનંદઘનજી ઉપર મારણ વિદ્યાના પ્રયોગો અજમાવી રહ્યાં હોવા જોઈએ. તેઓ યોગીરાજજીને સિદ્ધયોગી સમજીને દ્વેષ ભાવે કે ઈર્ષાથી પ્રેરાઈને આવા પ્રકારના કષ્ટદાયી પ્રયોગો કરી રહ્યા હોય અને તેની આડઅસર એમને વર્તાતી હોય એ બનવા જોગ છે. - એ કારણે તેઓ લખે છે કે પારકા મનની અથાગ પીડાને જાણનારા કોઈક જ વિરલા સજ્જન હોય છે. આ જગતમાં કયાંય કોઈ નક્કર વસ્તુ હાથ જડે તેમ નથી. લોકો જેટલું બોલે છે તે અવસરે કરી બતાવતા નથી. કહેનારને લાજ શરમ ઉપજાવે એવી ડીંગેડીંગ સર્વત્ર ચાલી રહી છે.
આ જગતમાં ન્યાયને ખોળવા જનારા બધાંએ ઠોકરો જ ખાધી છે. કોઈ કોઈની સાક્ષી પૂરી શકે એમ નથી. એટલા માટે જ યોગીરાજજીએ સાચો ન્યાય મેળવવા પરમતત્ત્વનો માર્ગ અપનાવ્યો છે. અધ્યાત્મના જાણકારો તો કહે છે કે જગત ન્યાય સ્વરૂપેય નથી અને અન્યાય સ્વરૂપેય નથી. જગત તો વ્યવહાર સ્વરૂપ છે. “જેવી દોરી પૂર્વે વીંટાળીને આવ્યા છે તેવી આજે તે ઉકલી રહી છે', એમ સમજીને શાંત થઈ જઈ જે સંયોગો કર્મના ઉદયે આવી રહ્યાં છે તેને માત્ર દૃષ્ટા બની જોયા કરવા જેવા છે. પરમાત્મતત્વનો પ્રાગ્લાવ કરવો અને તે માટે સાધના કરવી તે જ પ્રાપ્ત મનુષ્યભવને ન્યાય આપવા તુલ્ય છે. બાકી બધો વ્યવહાર છે. આ આત્મસમજના બળે તો પૂર્વના મહાપુરુષોએ પોતાની ચામડી ઉતારનારા, માથે અંગારા મૂકનારા, કાનમાં ખીલા ઠોકનારા, યંત્રમાં જીવતા પીલી નાખનારા બધાંને હૃદયથી ક્ષમાના દાન કર્યા અને પોતે આત્મભાવમાં ઠરી ગયા તો પ્રકૃતિએ તેમને પરમાત્મ તત્ત્વની ભેટ ધરી.
વાનર (વાંદરો) પ્રાણી સ્વભાવે અસ્થિર અને ચંચળ છે. એને મારવા કે પકડવા કોઈ શિકારી તેની પાછળ પડે અને જયારે પાછો એ વાનર પોતાના જૂથથી છૂટો પડી ગયો હોય ત્યારે એ વાનરના મગજની દશા જેવી ભ્રમિત
વસ્તુ પ્રત્યેનું વલણ જ વ્યકિતના વ્યકિતત્વને અભિવ્યકત કરે છે.