________________
આનંદઘન પદ
ગેહ-ગૃહ-ઘર પ્રત્યે કે ગામ પ્રત્યે મોહ રહ્યો યા નથી કોઈ સ્નેહી સ્વજન ભકત પ્રત્યે નેહ-સ્નેહની આછીપાતળી રેખા પણ રહી છે. અર્થાત્ દેહ સહિત સારાય સંસાર પ્રતિ પર પ્રતિ કોઈ પણ જાતનો કશોય મોહ લેશમાત્ર પણ રહ્યો નથી. હવે તો કોઈ દુહા, છંદ, ચોપાઈઓ, પદો, સ્તવનો, ગાથા રચવાનાય ભાવ-કોડ રહ્યા નથી. એ કરવુંય ગમતું નથી કેમકે એ અદ્વૈતભાવમાંથી - ઉન્મનીદશામાંથી નીચે ઉતરવા જેવું અને લેપાવા - ખરડાવા જેવું લાગે છે. અત્રે આપણે સહુએ એ યાદ રાખવા જેવું છે કે યોગીરાજ આનંદઘનજીની એક માત્ર મળતી પદ્ય રચના સ્તવનો પદ એ પણ એમણે એ કૃતિ રચવાની બુદ્ધિએ કર્તાભાવે સર્જી નથી પરંતુ અનુભૂતિની પળોમાં પ્રભુ કૃપાએ એ સર્વ પરાવાણી રૂપે એમના મુખારવિંદમાંથી સરી પડી છે જેની કોઈક વડે કોઈક રીતે અનાયાસે નોંધ લેવાઈ ગઈ છે અને તેથી આપણા અહોભાગ્ય કે એ પરાવાણી આ સ્તવનો - પદોની રચના રૂપે આપણા સુધી આપણા વિકાસ માટે પ્હોંચી. બાકી એ અલગારી અવધૂત યોગીએ કોઈ ઠેકાણે કોઈ કૃતિમાં સીધા કે આડકત્રી રૂપે પોતાના નામ, રૂપ, ગામ, ગોત્ર, પિતા, માતા, ગુરુ, શિષ્ય કશાનોય ઉલ્લેખ લેશ માત્ર કર્યો નથી.
૩૫૬
-
re
હવે તો અંતરમાં કોઈ કોડ રહ્યા નથી સિવાય કે મારો આનંદના પિંડ સમો વાલમ (વાલો-વહાલો) નાથ આનંદઘન આવીને મારી બાંહડી ઝાલે એટલે કે મારો હાથ ઝાલી મને સાધનાપંથે ચલાવવાની આગળ વધવા માટેની સહાય કરે તો મારો આત્મા રાતદિ’ પરમાનંદ દશામાં રહી આપ પ્રભુની ચરણસેવા-ભકિત ઉમંગ - ઉત્સાહ (ઉમાહા) પૂર્વક કરું ! આ જ એક માત્ર ઈચ્છા હવે રહી છે !
પદનો બોધ એ છે કે આ માનવભવને પામીને મેળવવા જેવું એક માત્ર કેવળજ્ઞાન પરમાત્મસ્વરૂપ જ છે પણ એ સાધનાપંથ વિકટ છે જેમાં ધૈર્ય અને પ્રભુકૃપારૂપ કાળલબ્ધિ - કાળ-પરિપાકની પણ એટલી જ જરૂર છે.
જેમાં કિંચિત માત્ર અહંકાર ન હોય, તે સાહજિક વાણી છે.