________________
આનંદઘન પદ - ૪૯
૩પ૧
પદ - ૪૯
(રાગ : સોરઠ) कंचन वरणो नाह रे, मुने कोई मिलावो || कं ॥ अंजन रेख न आंख न भावे, मंजन शिर पडो दाह रे | मुने कोइना ॥१॥ कौन सेन जाने पर मनकी, वेदन विरह अथाह । थर थर धुजे देहडी मारी, जिम वानर भरमाह रे ॥ मुने ॥२॥ देह न गेह न नेह न रेह न, भावे न दूहा गाहा । आनन्दधन वालो बांहडी झाले निश दिन धरूं उमाहा रे ॥ मुने ॥३॥
યોગીરાજજીને સાધનાપંથે પોતાનું આત્મવીર્ય નબળું પડતું જણાય છે અને કેઈ અજ્ઞાત ભય - ઉપદ્રવ સતાવતો હોવો જોઈએ કે જેમાંથી પાર ઉતારવા તેઓશ્રી પ્રભુની સહાય પ્રાર્થી રહ્યાં છે એવું આ પદમાં જોવામાં આવે છે.
કંચન વરણો નાહ રે, અને કોઈ મિલાવો. કંચન. અંજન રેખ ન આંખ ન ભાવે, મંજન શિર પsો દાહ રે. અને કોઈ....૧.
જ્ઞાનનો વર્ણ સુવર્ણ (કંચન)ની ધાતુ જેવો રાતો પીળો સૂર્યના પ્રકાશ જેવો ઉષ્ણ, જલદ અને કર્મોન દહન કરવાની શકિત ધરાવે છે. આવો જે જ્ઞાનગુણ ભીતરમાં રહેલ છે એ જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ પરમ પરિણામિક ભાવ એજ મારો સ્વામી ચેતન - શુદ્ધાત્મા છે કે જેનાથી મારે અંતર પડી ગયું છે - વિયોગ થઈ ગયો છે. એવાં સુવર્ણ સમાન કંચનવર્ણા મારા નાહ-નાથનો કોઈ મને મેળાપ કરાવો. શીધ્ર એના મેળાપનો પ્રબંધ કરો, કેમકે મોહ મરણિયો બનીને મારી પાછળ પડી ગયો છે.
અંજન એટલે કે મેશ જે કાળા વર્ણની હોય છે એની જરા સરખી રેખા. આંખને ભાવતી નથી એટલે કે ગમતી નથી. અર્થાત લેશ માત્ર કર્મની કાળાશ ગમતી નથી. સંજવલન પ્રકારના કર્મો પણ ખૂંચે છે - પીડે છે.
કરવામાં અહંકાર જોઈએ અને અહંકાર હોય ત્યાં “હું કોણ? તે જાણી શકાતું નથી.